જૂનાગઢ જિલ્લા માધ્યમિક શૈક્ષણિક સંઘ દ્રવારા શહિદ સૈનિક કલ્યાણ ફંડમાં રૂ. 1.7 લાખનું યોગદાન

જૂનાગઢ જિલ્લા માધ્યમિક શૈક્ષણિક સંઘ દ્રવારા શહિદ સૈનિક કલ્યાણ ફંડમાં રૂ. 1.7 લાખનું યોગદાન
Spread the love

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા માધ્યમિક શૈક્ષણિક સંઘ દ્રારા શહિદ સૈનિક કલ્યાણ ફંડમાં રૂ. એક લાખ સાત હજારનું યોગદાન આપવામાં આવ્યુ છે. જિલ્લા માધ્યમિક શૈક્ષણિક સંઘના પ્રમુખ નીલેષ સોનારા અને મહામંત્રી અશ્વીન ચાવડા દ્રવારા આજે જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘી રૂપિયાને એક લાખ સાત હજારનો ચેક અર્પણ કરાયો હતો.

જૂનાગઢ જિલ્લા શૈક્ષણિક પરિવાર દ્રવારા જૂનાગઢ ખાતે આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા વીકાસ અધીકારી પ્રવિણ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી આરેએસ ઉપધ્યાયની ઉપસ્થિતિમાં આ ચેક જિલ્લા કલેકટરને અપાયો હતો. ચેક અર્પણ કર્યા બાદ માધ્યમિક શૈક્ષણિક સંઘના પ્રમુખે કહયુ કે, સરહદની રક્ષા કાજે જાનની કુરબાની આપતા આપણા શહિદ વિર જવાનો માટે જિલ્લાના તમામ શિક્ષકો સહયોગી થયા છે અને આ આપણા સૈાની ફરજ પણ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

શહિદ-સૈનિક-કલ્યાણ-ફંડ-5.JPG

Right Click Disabled!