જૂનાગઢ જિલ્લા, તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકાની ચુંટણીની મતદાર યાદીની નવી તારીખ પ્રસિધ્ધ કરાશે

Spread the love

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા પંચાયત તથા જિલ્લાની તમામ તાલુકા પંચાયત તથા કેશોદ નગરપાલિકાની ચુંટણી માટેની મતદાર યાદીની તા.૧૯-૧૦-૨૦૨૦ના રોજ પ્રાથમિક પ્રસિધ્ધ કરવામાં આવી હતી. રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૨-૧૦-૨૦૨૦ના જાહેરનામાથી આ ચુંટણીઓ આગામી ત્રણ માસ માટે મુલત્વી રાખવા નિર્ણય થયો છે.

જે વિગતે મતદાર યાદી તૈયાર કરવા માટે આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ દાવા અરજીઓ રજુ કરવાની છેલ્લી તારીખ, દાવા અરજીઓ અન્વયે આખરી નિર્ણય કરવા માટેની તારીખ અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધ તારીખ રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્વારા હવે પછી નવેસરથી નક્કી કરવામાં આવશે. તેમ રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્રવારા જણાવાયું હોવાનું જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!