જૂનાગઢ : બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાના ખોટા ફોર્મથી ભરમાશો નહિ

Spread the love

જૂનાગઢ : બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત રૂ.૨.૦૦ લાખની સહાય મળતી હોવાના ફોર્મ તાલુકા તથા જિલ્લા કક્ષાએ ફરતા થયા હોવાનુ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ધ્યાને આવેલ છે. આ ફોર્મ તદન ખોટા છે અને આવી કોઇ યોજના અમલમાં નથી જેથી બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાના ખોટા ફોર્મ થી ભરમાશો નહી. તેમજ કોઇ વ્યક્તિ એ આ ફોર્મ ન ભરવા અને ભરીને ફોર્મમાં આપેલ સરનામે ભારત સરકાર, મહિલા તેમજ બાળ વિકાશ મંત્રાલય શાશ્ત્રીભવન દિલ્હી-૧૧૦૦૦૧ ખાતે મોકલશેતો ફોર્મ મોકલનારની સંપૂર્ણ જવાબદારી રહેશે. ગુજરાત સરકાર દ્રારા તાજેતરમાં વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત તા.૨ ઓગષ્‍ટ ૨૦૧૯ પછી દીકરીનો જન્મ થયો હોય તેમને પ્રથમ હપ્‍તો દીકરીઓના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪,૦૦૦ મળવા પાત્ર થશે. બીજો હપ્‍તો નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬,૦૦૦ની સહાય પ્રાપ્‍ત થશે. છેલ્લો હપ્‍તો ૧૮ વર્ષની ઉંમરપૂર્ણ થયે ઉંચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ રૂ. ૧,૦૦,૦૦૦ સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઇએ. ત્રણ દીકરી સુધી આ લાભ મળવા પાત્ર છે. દીકરીના જન્મને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્રારા અમલી આ યોજનાનું ફોર્મ દરેક ગામની આંગણવાડી કાર્યકર બહેન પાસે ઉપલબ્ધ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!