જૂનાગઢ : તા.24ના પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થશે કિસાન સુર્યોદય યોજનાનું ઇ-લોન્ચીંગ

જૂનાગઢ : તા.24ના પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થશે કિસાન સુર્યોદય યોજનાનું ઇ-લોન્ચીંગ
Spread the love
  • પ્રથમ તબક્કામાં જૂનાગઢ સહિત ૪ જિલ્લાનાં ૩૬૯ ગામોની પસંદગી ૭૫૯૯૧ ખેડુતોને લાભ થશે
  • કિસાન સુર્યોદય યોજના હેઠળ ખેડુતોને મળશે દિવસ દરમિયાન ૩ ફેજ વિજ પુરવઠો
  • જિલ્લા વહિવટીતંત્ર દ્રારા તડામાર તૈયારીઓ

જૂનાગઢ : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા તા.૨૪ ઓક્ટબરના રોજ ખેડુતો માટેની કિસાન સુર્યોદય યોજનાનું ઇ-લોન્ચીંગ થનાર છે. જ્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ઉર્જામંત્રી સોરભભાઇ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહીર, યાત્રાધામ વિકાસ રાજયમંત્રી વિભાવરીબેન દવે સહિતના અન્ય મહાનુભાવો જૂનાગઢ ખાતે પોલીસ તાલીમ મહાવિધાલયના મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા વધુ એક વાર ખેડુતોના હિત માટે સંવેદનશીલ નિર્ણય લઇ કિસાન સુર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમય થી ખેડુતોની માંગણી હતી કે, દિવસે વીજળી મળે આ બાબતે સરકારશ્રી દ્રારા સુર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. સુર્યોદય યોજના લોન્ચ થતા જૂનાગઢ, ગીરસોમનાથ,અમરેલી, અને રાજકોટ જિલ્લાના ૭૫ હજાર ૯૯૧ જેટલા ખેડુતોને લાભ થશે.

આ યોજના હેઠળ ખેડુતોને દિવસ દરમિયાન ૩ ફેજ વીજ પુરવઠો મળશે. દિવસ દરમિયાન વીજળી થી ખેડુતોને રાત્રે રાની પશુઓ ના ત્રાસ થી છુટકારો મળશે. કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. અને દિવસ દરમિયાન વીજ પુરવઠાના સમયગાળાથી કામગીરીની નિશ્ચીતતા પણ નક્કી થશે. આ યોજનાના પ્રથમ તબક્કામાં સૈારાષ્‍ટ્રના ૪ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે.

જેમાં જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાના ૨૨૦ ગામો, ગીર સોમનાથના ૧૪૩ ગામો, અમરેલીના ૫ ગામો, રાજકોટના ૧ ગામનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રથમ તબક્કામાં પર સબસ્ટેશન હેઠળ ૨૯૬ વિજ ફેડરોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડુતોની આવક બમણી કરવા તેમજ, ખેડુતોને વીજળી ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે એ સરકારશ્રીની તેમ છે.

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પધારનાર હોય જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન તળે પીજીવીસીએલ, જેટકો, માર્ગમકાન વિભાગ, રેવન્યુ તંત્ર જિલ્લા પોલીસ ઉપરાંત વહિવટીતંત્રના અધિકારીઓ દ્રવારા કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કલેકટરશ્રીએ જિલ્લાના અધીકારીઓની બેઠક બોલાવી કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી સુચનાઓ આપી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

1603381736883_parade-ground-1.jpg

Right Click Disabled!