જૂનાગઢ : સગર્ભા-ધાત્રી માતાઓને પોષણ તત્વોનું મહત્વ સમજાવ્યું

- જૂનાગઢ જિલ્લાની ૧૪૦૦ જેટલી આંગણવાડીઓ દ્વારા શાકભાજી-ફળ-કઠોળ-સલાડનું ડેકોરેશન કરાયું
જૂનાગઢ. : સહિ પોષણ દેશ રોશન અંતર્ગત સપ્ટેમ્બર માસમાં જૂનાગઢ જિલ્લાની ૧૪૦૦ થી વધુ આંગણવાડી ની બહેનો દ્વારા સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓને શરીરનાં વિકાસમાં પોષણ તત્વના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં તા.૨૪ સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ આગણવાડીઓમા ફળ,લીલા શાકભાજી,કઠોળ અને સલાડનું સુંદર ડેકોરેશન કરાયું હતું. તેમ પ્રોજેક્ટ ઓફીસર આઈ. સી.ડી.એસ. દ્વારા જણાવાયું છે.
આંગણવાડીની બહેનોએ મહેનત કરી ફળ,જુદા જુદા લીલા શાકભાજી,આપણાં પૈાષ્ટીક કઠોળ ગ્રીન સલાડના ડેકોરેશનના મધ્યમથી સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ બાળકોને શું ખાવાથી પોષણ મળે છે, તેનું માર્ગદર્શન અને સમજણ આપી હતી. સગર્ભા-ધાત્રી માતાઓ સાથે કિશોરીઓને સૌથી વધુ પોષક તત્વોની આવશ્યકતા રહેશે. આ પોષક તત્વો લીલા શાકભાજી,કઠોળ,વિવિધ જાતના ફળ તેમજ ગ્રીન સલાડ માંથી મોટા પ્રમાણમાં મળી રહે છે.
વૈશ્વિક મહામારી કોરોનામાં આગણવાડીની બહેનો દ્વારા તેમના વિસ્તારમાં સતત સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સગર્ભા-ધાત્રી માતાઓ,કિશોરીઓ તેમજ આંગણવાડીના બાળકોની પ્રવૃતિઓ કાર્યરત રાખવામાં આવી હતી. પોષણ માસની ઉજવણી શક્તિવર્ધક કીટનું વિતરણ ઉપરાંત આરોગ્યલક્ષી કામગીરી પણ કરવામાં આવી હતી તેમ આઈ. સી. ડી. એસ. દ્વારા વધુમાં જણાવાયું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
