જૂનાગઢ : ગિરનાર રોપ-વે અંગે ભવનાથના દુકાનદારોના પ્રતિભાવો

જૂનાગઢ : ગિરનાર રોપ-વે અંગે ભવનાથના દુકાનદારોના પ્રતિભાવો
Spread the love

જૂનાગઢ : જીતુભાઇ વસવેલીયાએ જણાવ્યું હતું કે, ભવનાથ ખાતે દુકાન છે. સરકાર દ્વારા જે રોપ-વે શરૂ કરાયો છે. તેનો લાભ જૂનાગઢવાસીઓને મળશે. ખાસ કરીને ટુરીઝમ વધશે. પ્રવાસીઓ વધતા ભવનાથના દુકાનદારોને આવક વધશે. ભવનાથ ખાતેના દુકાનદાર કેતનભાઇ વાજાએ જણાવ્યું હતું કે, ગિરનાર રોપ-વેથી ધંધો-રોજગારને વેગ મળશે. દુકાનદારોનો વિકાસ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનીએ છીએ.

ભવનાથ ખાતે ફરવા આવેલા પ્રવાસી મહેશભાઇ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, દર્શનાર્થે આવ્યા હતા. અહીંયા અવારનવાર આવું છું. હવે ઇશ્વરની કૃપાથી રોપ-વેનો લાભ લઇશ. ભવનાથમાં દુકાન ધરાવતા મયુરભાઇ જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રયાસોથી અહીંયા ઉડનખટોલા શરૂ કરાયો છે. જેથી અહીંયા નાના-મોટા દુકાનદારો, રીક્ષા ચાલકોને ફાયદો થશે. પ્રવાસીઓ આવશે જેનાથી આવક પણ વધશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

06-mayurbhai-jain-vepari.JPG

Right Click Disabled!