જૂનાગઢ : કિસાન સુર્યોદય યોજના અંગે જિલ્લાનાં ખેડૂતોના પ્રતિભાવો

જૂનાગઢ : કિસાન સુર્યોદય યોજના અંગે જિલ્લાનાં ખેડૂતોના પ્રતિભાવો
Spread the love

જૂનાગઢના પાતાપુર ગામના ખેડૂત સંજયભાઇ ધંધુકીયાએ જણાવ્યું હતું કે, સરકારની કિસાન સુર્યોદય યોજનાથી અમને ઘણો ફાયદો થશે. રાત્રીના સાવજ, દિપડાનો ડર લાગતો મજુર પણ કોઇ મળતા ન હતા અને રાત્રીના પાણી વાળતા ઠંડી અને ઉજાગરા થતા હતા. હવે સરકારી આ યોજનાથી ઘણા લાભ થશે. પાતાપુર ગામના ખેડૂત દેવસીભાઇ પંપાણીયાએ જણાવ્યું હતું કે, દિવસના લાઇટ આપવાથી ફાયદો થશે.  રાત્રીના મજુર મળતા ન હતા અને જાનવરોનો ડર લાગતો હતો. આ યોજનાથી ખુશ છીએ.

પાતાપુર ગામના મજુર પુજાભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, દિવસના લાઇટથી સારૂ છે. રાત્રીના પાણી વાળવા સાવજ, દિપડાનો ડર લાગતો હતો પણ હવે દિવસની લાઇટથી ખેડૂતો સાથે સાથે અમે મજુરને પણ ફાયદો થશે. અશ્વિનભાઇ ગજ્જરે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂત મિત્રો માટે શરૂ કરેલ સુર્યોદય યોજનાથી હવે દિવસના લાઇટ મળશે. આથી ખેડૂતોને આનંદ થયો છે. જે કામમાં મુશ્કેલી પડતી હતી તે હવે સહેલાઇથી થશે.

સણાથા ગામના ખેડૂત પરબતભાઇ જાદવે જણાવ્યું હતું કે, દિવસે પાવર આપવાથી ફાયદો થશે. રાત્રીના મજુરને રૂ.૫૦૦ આપવા છતા કોઇ આવતું ન હતું. હવે દિવસે લાઇટ આપવાથી મહિલાઓ પણ પાણી વાળી શકશે. સણાથા ગામના ખેડૂત લખમણભાઇ ગંભીરે જણાવ્યું હતું કે, કિસાન સુર્યોદય યોજનાથી ખેડૂતોને લાભ થશે. રાત્રીના જાનવરોનો ડર લાગતો હતો. મજુરને રૂ.૫૦૦, ચા, ખાંડ અને દુધ આપવા છતા આવતા ન હતા. ત્યારે હવે દિવસના લાઇટ આપવાથી ખેડૂતોને લાભ મળશે.

ઇટાળા ગામના ખેડૂત નગાભાઇ ભાદરકાએ જણાવ્યું હતું કે, કિસાન સુર્યોદય યોજનાથી રાત્રીના પાણી વાળવાથી અને જાનવરોના ડરથી મુક્તી મળશે. રાત્રીના પાણી વાળવા જતા તો પરિવારને પણ મુશ્કેલી વેઠવી પડતી હતી. પરંતુ હવે દિવસના લાઇટ મળતા હવે ડબલ મજુરી પણ નહીં આપવી પડે. ઇટાળા ગામના મજુર દિલીપભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, અહીંયા સિંહ, દિપડા આવે છે આથી રાત્રીના પાણી વાળવાનો ડર લાગે છે. પરંતુ હવે દિવસે લાઇટ મળતા અમને પણ મજુરી મળી રહેશે. ડર્યા વગર પાણી વાળી શકાશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

poojabhai-makvana.JPG

Right Click Disabled!