જૂનાગઢ : વંથલી તાલુકાના 46 ગામનાં 17699 લોકોના આરોગ્યની તપાસણી કરાઈ

જૂનાગઢ : વંથલી તાલુકાના 46 ગામનાં 17699 લોકોના આરોગ્યની તપાસણી કરાઈ
Spread the love
  • ૪૩૫ ને તાવ,૧૫૦૯ લોકોને શરદી ૭૬૫ લોકોને ડાયાબીટીશ અને ૧૦૯૫ લોકોને બ્લડ પ્રેશરની સારવાર અપાઈ
  • વંથલીના ગામડે ગામડે જઈ ધન્વંતરી રથના તબિબો લોકોના આરોગ્યની રાખે છે કાળજી

જૂનાગઢ : વંથલી તાલુકાના ૪૬ ગામના ૧૭૬૯૯ લોકોના આરોગ્યની તપાસણી ધન્વંતરી રથના માધ્યમથી પૂરી કરવામાં આવી છે. જે પૈકી ૪૩૫ ને તાવ ૧૫૦૯ લોકોને શરદી કફ,૭૬૫ લોકોને ડાયાબીટીસ અને ૧૦૯૫ લોકોને બ્લડ પ્રેશરની બીમારી હોય સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. કોરોના મહામારીના સંક્રમણને રોકવા વંથલી તાલુકામાં ૩ ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ આરોગ્ય રથ ગામડા ખૂંદીને લોકોને ઘરબેઠા સારવાર દવા આપવા સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી રહયા છે. તેમ વંથલી તાલુકા હેલ્થ ઓફીસર ડો. કે. કે.બગડાએ જણાવ્યું હતું.

વંથલી તાલુકાના ૪૬ ગામની ૯૭ હજારથી વધુ વસ્તી છે. તેને અગાઉ એકવાર સર્વેલન્સમાં આવરી લઈ હવે ધન્વંતરિ રથ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. જેથી કોરોનાના લક્ષણો ધરાવતા તેમજ થોડી પણ બીમારી હોય તેવા લોકોને સારવાર આપવા સાથે કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. વંથલી તાલુકામાં થાણાપીપળી,કણજા અને શાપુર એમ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે. પી. એચ.સી.ના મેડિકલ ઓફિસરો ઉપરાંત આયુષ તબીબો દ્વારા લોકોના આરોગ્ય જાળવવા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલના સંજોગોમાં લોકોને શરદી, કફ કે તાવની બીમારી હોય તો ખાસ કોરોના ટેસ્ટ કરાવવા ડો.બગડાએ અનુરોધ કર્યો છે. કોરોનાની કામગીરી સાથે મેલેરીયા નિયંત્રણની કાર્યવાહી તબીબો,આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

dhanwantri-rath-1.jpg

Right Click Disabled!