જૂનાગઢ : વીજાપુર આંગણવાડીમાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા હેલ્પર ચંપાબેનની ઉમદા કામગીરી

જૂનાગઢ : વીજાપુર આંગણવાડીમાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા હેલ્પર ચંપાબેનની ઉમદા કામગીરી
Spread the love

જૂનાગઢ : જૂનાગઢ શહેરના વીજાપુર આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ચંપાબેન બારૈયા છેલ્લા ૧૨ વર્ષ થી ઉમદા કામગીરી કરી રહયા છે. તેમની ઉમદા કામગીરીની નોંધ લઈ સરકારશ્રી દ્રારા માતા યશોદા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ વર્ષે વિજાપુર આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ચંપાબેન બારૈયાને સરકારશ્રી દ્રારા માતા યશોદા એવોર્ડ એનાયત કરકવામાં આવ્યો છે.

છેલ્લા ૧૨ વર્ષ થી આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ચંપાબેને જણાવ્યું હતું કે, આ એવોર્ડ બદલ હું રાજ્ય સરકાર, આઇ.સી.ડી.એસ. વિભાગ અમારા અધિકારીઓની આભારી છું. વધુંમાં કહેછે, કામની કદર થાય, સન્માન મળે તો કોને ન ગમે ? ચંપાબેન કહે છે, અમે નાના ભુલકાને ભગવાનનું સ્વરૂપ માની કામ કરીએ છીએ બાળકની સેવાનો મોકો મળ્યો એટલે એવું લાગે કે, ભગવાનની સેવા થઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, મજૂરી કરનાર બાળકના માતાપિતા જ્યારે કહે કે મારૂ બાળક હવે જમતા શીખી ગયું છે.

બોલતા શીખી રહ્યું છુ આવો અભિપ્રાય આપે ત્યારે કઇક સારૂ કર્યાનો સંતોષ મળે છે. આંગણવાડી કેન્દ્રમાં ૦ થી ૬ વર્ષના બાળકના સર્વાંગીણ વિકાસ સાધવામાં આંગણવાડી બહેનોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. હેલ્પર બહેનોએ આંગણવાડીની સફાય થી લઇને બાળકો માટે મેનું મુજબ નાસ્તો બનાવવા, બાળકોને તેના ઘરે થી લેવા મુકવા જવાં, બાળકના હેન્ડ વોશ, તેની સારસંભાળ જેવી કામગીરી કરવાનીં હોય છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

aanganwadi-1.jpg

Right Click Disabled!