જૂનાગઢ : રાશનકાર્ડનો છેલ્લો અંક 2 હોય તેમણે વિનામૂલ્યે અનાજ વિતરણ થશે

Spread the love

જૂનાગઢ. : જૂનાગઢ જિલ્લાના મધ્યમવર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોંખાનું તા. ૩૦ સપ્ટે. સુધી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે. જે અન્વયે તા. ૨૨ ના રોજ જેના રાશનકાર્ડનો છેલ્લો અંક ૨ હોય તેઓને વ્યાજબી ભાવની દુકાનેથી વિના મૂલ્યે અનાજ વિતરણ થશે.

એનએફએસએ તથા નોનએફએસએ બીપીએલ રાશનકાર્ડ ધારકોને વ્યકિતદીઠ ઘઉ ૩.૫ કિલોગ્રામ, ચોખા ૧.૫ કિલો અને એક કિલો ચણા/ચણાદાળ વિનામૂ્લ્યે વિતરણ કરવામાં આવશે. રેશનકાર્ડ ધારક પૈકી કોઈ એક સભ્ય પોતાના આધારકાર્ડ તેમજ અસલ રાશનકાર્ડ સાથે રાખી સંબંધિત દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે. સરકાર દ્વારા તમામ નાગરિકોને અનાજ લેવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે માસ્ક પહેરવુ જરૂરી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!