જૂનાગઢ : વિજાપુર આંગણવાડીમાં 33 બાળકોના માતા યશોદા બની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મંજુલાબેન વેકરિયા

જૂનાગઢ : વિજાપુર આંગણવાડીમાં 33 બાળકોના માતા યશોદા બની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મંજુલાબેન વેકરિયા
Spread the love
  • શ્રમીક પરીવારના બાળકોનું આંગણવાડીમાં લાલન- પાલન કરનાર મંજૂલાબેનને શ્રેષ્ઠ કામગીરી માટે માતા યશોદ એવોર્ડ એનાયત કરાયો

જૂનાગઢ : બાળકના સર્વાગી વિકાસમાં આંગણવાડી બહેનોની ચાવીરૂપ ભૂમિકા રહી છે. એટલે જ સરકારશ્રી દ્રારા તેમની નિષ્ઠાપૂર્વક કામગીરીને બીરદાવવા માતા યશોદા એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦નો જૂનાગઢ જિલ્લાનો માતા યશોદા એવોર્ડ વિજાપુર આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા મંજુલાબેન વેકરીયાને મળ્યો છે. મંજુલાબેન તેમના દ્રારા કરવામાં આવતી કામગીરી વિશે કહે છે, મારી આંગણવાડીમાં આવતા બાળકનું લાલન-પાલન કરવું, તેનો સર્વાગી વિકાસ કરવો અને પૂરી પ્રતીબધ્ધતા સાથે કામ કરી ધન્યતા અનુંભવું છુ. આ કામગીરીનો આત્મસંતોષ મળે છે.તેઓ વધુમાં કહે છે. મારી આંગણવાડીમાં કેટલાક બાળકો ઝુંપડામાં રહેતા પરીવારમાંથી પણ આવે છે. આવા બાળકો માટે કામ કરવાની તક મળી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મારી આ કામગીરીની નોંધ સરકારશ્રી દ્રારા લેવાઇ છે.

માતા યશોદા એવોર્ડ મળવાથી ધન્યતા અનુંભવુ છું. આંગણવાડી વર્કર તરીકેની કામગીરી જોઇએ તો ૦ થી ૬ વર્ષના બાળકોનો સર્વાગી વિકાસનો પાયો નાખવો, અધવચ્ચેથી શાળા છોડી દેનાર કિશોરીઓના વાલીને સમજાવવા સહિતની કામગીરી કરવામાં આવે છે. મંજુલાબેન કોવિડ-૧૯ની મહામારી દરમિયાન લાભાર્થીઓને ઘરે-ઘરે પોષણ યુક્ત આહારનું વિતરણ કરેલ છે.વધુમાં લાધાર્થીઓના ઘરની મુલાકાત દરમિયાન કોવિડ-૧૯ અન્વયે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ લોકોને માસ્ક પહેરવા, વારંવાર હાથ સાફ કરવા, સામાજીક અંતર રાખવા લોકજાગૃત કેળવવામાં આવી છે. આ સિવાય મંજુલાબેનની વિશિષ્‍ટ કામગીરીની વાત કરીએ તો તેમણે આંગણવાડીમાં મળતા શિક્ષણની કામગીરી વિશે બાળકોના માતા-પિતા ને માહિતગાર કરે છે. તેમણે સાસુ વહુ સંમેલન પણ કરેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

anganwadi-helper.JPG

Right Click Disabled!