જૂનાગઢ : કેશોદ ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવતા ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ

જૂનાગઢ : વૈશ્વિક મહામારી કોરોના સામે સમગ્ર દેશની સાથે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે સૈા પ્રથમ ઈન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો. કથીરીયાને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આરસીએચઓ ડો.ભાયા,ડોકટરો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. કેશોદમાં આજે ૧૦૦ હેલ્થ વર્કરને રસી આપવામાં આવી રહી છે. ઉપરાંત ચોરવાડ ખાતે સાંસદશ્રી રાજેશભાઇ ચૂડાસમાએ કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ
