જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 3 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૫, ૧૧ અને ૧૩ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામા મુજબ વોર્ડ નં.૫ શશીકુંજ રોડ પર આવેલ મીરા નગર માં નીલ માધવની બાજુમાં.
રાજદિપ બંગ્લોઝ બ્લોક નં. ૧ થી ૭, વોર્ડ નં.૧૧ લક્ષ્મીનગર વિસ્તારમાં આલ્ફા સ્કુલ-૧ પાસે શ્યામલ એપાર્ટમેન્ટ આખુ. વોર્ડ નં.૧૩ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ મોતીપેલેસ ટાઉન શીપમાં અક્ષર વિહાર એપાર્ટમેન્ટનો બીજો તથા ત્રીજો માળ કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૭ ઓકટોબર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડ લાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
