જૂનાગઢ : નાબાર્ડ દ્રારા વિસાવદરના ઘોડાસણ ગામે સ્વછતા અંગે કાર્યશિબિર

જૂનાગઢ : નાબાર્ડ દ્રારા વિસાવદરના ઘોડાસણ ગામે સ્વછતા અંગે કાર્યશિબિર
Spread the love

જૂનાગઢ ગામડાઓમાં પણ આધુનિક સુખ-સુવિધાઓની વ્યવસ્થા ઉભી કરવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તેમજ વિવિધ બેન્કો જેવી કે, ભારતીય રિઝર્વ બેન્ક, નાબાર્ડ, સહકારી બેન્કો, ગ્રામિણ વિકાસ બેન્ક, વાણિજ્ય બેન્ક વગેરે દ્વારા પણ ગ્રામ્ય જીવન સ્તર સુધારમાં આવે તે માટે પ્રયાસો કરવામાં આવે છે.

ગામડામાં ઇન્ટરનેટ, કોમ્પ્યુટરની સુવિધા પહોંચી ગઇ છે. પણ લોકોની રહેણીકરણીમાં કેટલાક પરિવર્તનો આવવા જોઇએ તે નથી આવ્યા અને હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો શૌચક્રિયા માટે ખુલ્લામાં જાય છે. ત્યારે તેનાથી ફેલાતી બિમારીઓને અટકાવવા માટે તેમજ ગ્રામ્યમાં પણ ઘરે ઘરે શૌચાલય બને તે અંતર્ગત સ્વચ્છતા સાક્ષરતાના ભાગરૂપે નાબાર્ડ જૂનાગઢ દ્વારા વિસાવદર તાલુકાના ઘોડાસણ ગામે લોકો માટે કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાબાર્ડના જિલ્લા મેનેજર કિરણ રાઉતે શૌચાલયના ઉપયોગ તેમજ તેની સ્વચ્છતા પર લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કોરોનાની મહામારીમાં સ્વચ્છતાનું પાલન કરવું જરૂરી હોવાથી નિયમિત હાથ સાફ કરવા, માસ્ક પહેરવું અને સોશ્યલ ડિન્સન્ટનું પાલન કરવા જણાવ્યું હતું.

આ શિબિરમાં લીડ બેન્કના મેનેજર એમ.આર.વાઘવાણી, જૂનાગઢ નવજીવન ટ્રસ્ટના જીગરભાઇ મોદી, અલ્પેશભાઇ રાઠોડ, એસબીઆઇ બેન્ક આરસેટીના દર્શન સુત્રેજા અને ભરતભાઇ ભાલીયા સહિતના ઉપસ્થિત રહી વિવિધ યોજના અને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ઘોડાસણ ગામના સરપંચ ભરતભાઇ વિકમા દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગામના આગેવાનો, મહિલાઓ સહિતના ગ્રામજનો સહભાગી બન્યા હતા. કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા માટે ગ્રામજનોને વિના મુલ્યે ફિનાઇલ અને ટોઇલેટ ક્લિનરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

shibir-ghodasan-2.jpg

Right Click Disabled!