જૂનાગઢ : જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ આઈ.ટી. ક્વિઝ યોજાશે

જૂનાગઢ : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા દર વર્ષે નેશનલ રૂરલ આઈ.ટી. કવિઝ નું આયોજન કરવા માં આવે છે. જે ચાલુ વર્ષે પણ ઓનલાઈન કવિઝ નું આયોજન ગુજકોસ્ટ દ્વારા કરવા માં આવેલ છે. શહેરી તથા ગ્રામ્ય વિસ્ત્તારના વિદ્યાર્થીઓ માટે Online ‘રૂરલ આઈ.ટી. ક્વિઝ – ૨૦૨૦’ ભાગ લઈ શકે તેવા હેતુ થી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટકનોલોજી, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષે જિલ્લા અને રાજ્ય કક્ષાએ રૂરલ આઈ. ટી. ક્વિઝ યોજવામાં આવે તેવું નક્કી કરવા માં આવેલ છે. હાલ આ વર્ષે કોરોના મહામારીને કારણે જિલ્લા અને રાજ્ય કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ Online માધ્યમથી યોજવામાં આવશે.
ક્વિઝમાં જોડાવા માટે ૨૭/૦૯/૨૦૨૦ સુધીમાં https://docs.google.com/forms/d/e/1FAIpQLSdWXuVvwa2u2X3-v3Oeg0BgpX3ZHV8arucz2DQaVWA4-Ke3Lw/viewform પર પોતાના નામની નોંધણી કરવાની રહેશે. જેમાં ધોરણ ૮ થી ૧૨ ના શાળાઓના વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે ભાગ લઇ શકશે. ક્વિઝની ભાષા અંગ્રેજી રહેશે.અને સમય ૧૦ મીનીટનો રહેશે.ક્વિઝની લિંક GUJCOST દ્વારા આપને Email ના માધ્યમથી મોકલવામાં આવશે. વધુ માહિતી માટે સવારે ૧૧ કલાક થી સાંજે ૫ કલાક દરમ્યાન શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર નો સંપર્ક નંબર 9429433449 પર સંપર્ક કરી શકાશે. તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોર્ડિંનેટેરની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
