જૂનાગઢ : PACL કંપનીના રોકાણકારો તેમના નાણા પરત મેળવવાની અરજી ઇ-સેવા કેન્દ્રથી કરી શકશે

Spread the love

જૂનાગઢ : PACL કંપનીમાં રોકાણકારો દ્રારા કરેલ રોકાણના નાણા પરત મેળવવાની અરજી જૂનાગઢ ઇ-સેવા કેન્દ્ર પર થી કરી શકશે. PACL કંપનીમાં રોકાણકારો દ્રારા કરેલ રોકાણના નાણા પરત મેળવવા સુપ્રીમકોર્ટ દ્રારા જસ્ટીસ આર.એમ. લોઢા કમીટીની રચના કરવામાં આવેલ છે. આ કમીટીની ભલામણ અને રાજય સરકારશ્રીના આદેશ મુજબ હવે આ અરજી જિલ્લાના ઇ-સેવા કેન્દ્રો પરથી થઇ શકશે.તેમ નિવાસી અધિક કલેકટર જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!