જૂનાગઢ : ભેંસાણ તાલુકાના 16 ગામના લોકોને મળશે ઘરબેઠા ડિઝીટલ સેવાનો લાભ

Spread the love

જૂનાગઢ : જૂનાગઢના ભેંસાણ તાલુકાના ૧૬ ગામના લોકોને હવે ઘરબેઠા પોતાની ગ્રામ પંચાયતમાં જ ૨૨ જેટલી ડિઝીટલ સેવાનો લાભ મળશે. જેમાં રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કાઢવુ, સરનામુ સુધારવુ, નવુ રેશનકાર્ડ કાઢવુ, જુદુ કરવુ, વાલી માટે અરજી, ડુપ્લિકેટ રેશનકાર્ડ, વિધવા સર્ટીફિકેટ, હંગામી રહેણાંક દાખલો, આવકનો દાખલો, અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો, સિનીયર સિટીઝન સર્ટીફિકેટ, ભાષા આધારિત માઇનોરીટી સર્ટીફિકેટ રિલિજીયસ માઇનોરીટી સર્ટીફિકેટ, વિચરતી સુચિત જાતિના સર્ટીફિકેટ મુખ્યમંત્રી કૃષિ સહાય, આવકના દાખલાનું એફિડેવીડ તેમજ અન્ય એફિડેવીડ સહિતની કામગીરી કરવામાં આવશે. ભેંસાણના હડમતીયા વિશાળ, સુખપુર, ખંભાળીયા, મેંદપરા, પાસવાલ, કરીયા, રંગપુર, રફાળીયા, ગળથ, ચુડા, જુની ધારી ગુંદાળી, ભેંસાણ, છોડવડી, ચણાકા, નવી ધારી ગુંદળી અને દમરાળા ગામનો સમાવેશ થયો છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!