જૂનાગઢ : કેશોદ તાલુકાના 20 ગામના લોકોને ડીઝીટલ સેવાનો લાભ મળતો થયો

Spread the love
  • ગ્રામ પંચાયતમાંથી જ રેશનકાર્ડ, આવક-જાતિના દાખલા સહિતની કામગીરી શરૂ થઇ

જૂનાગઢ : કેશોદ તાલુકાના ૨૦ ગામના લોકોને પોતાની ગ્રામ પંચાયતમાંથી જ રાજ્ય સરકારશ્રીની ૨૨ ડિઝીટલ સેવાનો લાભ મળવાનો શરૂ થયો છે. જેમાં રેશનકાર્ડ, આવક-જાતિના દાખલા, વિવિધ સર્ટીફિકેટ સહિતની કામગીરી ગ્રામ પંચાયતમાં જ થતા મામલતદાર કચેરીના ધક્કામાંથી મુક્તી મળી છે.

રાજ્ય સરકાશ્રીની ૨૨ ડિઝીટલ સેવાઓ જેવી કે, રેશનકાર્ડમાં નામ ઉમેરવુ, નામ કમી કરવુ, રેશનકાર્ડમાં સરનામુ સુધારવુ, ડુપ્લિકેટ રેશનકાર્ડ, વિધવા સર્ટીફિકેટ, હંગામી રહેણાંકનો દાખલો, આવકનો દાખલો, અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો, સિનીયર સિટીઝન સર્ટીફિકેટ, ભાષા આધારિત માઇનોરીટી સર્ટીફીકેટ, રીલીજીયસ માઇનોરીટી સર્ટીફીકેટ, વિચરતી સુચિત જાતિના સર્ટીફિકેટ, મુખ્યમંત્રી કૃષિ સહાય, આવકના દાખલાનું એફિડેવીટ, વિધવા સહાય સંબંધિત એફિડેવીટ, જાતિના દાખલાનું એફિડેવીટ, રેશનકાર્ડનું એફિડેવીટ, નામ બદલવા માટેનું એફિડેવીટ અને અન્ય તૈયાર એફિડેવીટ સહિતની કામગીરી હવે ગ્રામ પંચાયતમાં જ કરવામાં આવે છે.આ ૨૨ ડિઝીટલ સેવાઓનો લાભ કેશોદ તાલુકાના ૨૦ ગામના લોકોને મળી રહ્યો છે. આથી મામલતદાર કચેરી ખાતેના ધક્કામાંથી મુક્તી મળી છે.

કેશોદ તાલુકાના ઇન્દ્રાણા, બાલાગામ, સરોડ, બામણાસા, મુળીયાસા, માણેકવાડા, અગતરાય, પાડોદર, ખીરસરા, ઇસરા, સાંગરસોલા, ચીત્રી, મોવાણા, પીપળી, ધ્રાવડ, નોજણવાવ, સોંદરડા, કાલવાણી અને શેરગઢ ગામનો સમાવેશ થાય છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!