જૂનાગઢ : વંથલીના 24 ગામના લોકોને મળશે ડિઝિટલ સેવાનો લાભ

Spread the love
  • રેશનકાર્ડ – આવકના પ્રમાણપત્રો સહિતની સુવિધા ઘર આંગણે મળશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કુલ ૨૦૧ ગામમાં ડિઝીટલ સેવાઓનો પ્રારંભ થયો છે. જેમાં વંથલી તાલુકાના ૨૪ ગામના લોકોને પણ સરકારની ડિઝીટલ સેવાનો લાભ મળશે. રેશનકાર્ડ – આવકના પ્રમાણપત્રો સહિતની ૨૨ સેવાઓ ઘરઆંગણે ગ્રામ પંચાયત કચેરી ખાતેથી મળશે. ટેકનોલોજીના ઉપયોગથી વહિવટનું સરળીકરણ કરવા તેમજ લોકોને ઘર આંગણે સુવિધા આપવા રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા અંતર્ગત ગામડે આ સેવાઓ મળવાથી લોકોને તાલુકા મથકે ધક્કા બચશે. સાથે સમય શક્તિ અને નાણાં પણ બચશે. ગામ લોકોને આ સુવિધાનો લાભ લેવા જણાવાયુ છે.

ગામડે મળનાર સેવાઓમાં રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું, સરનામું સુધારવું, નવું રેશનકાર્ડ, જુદુ કરવું, ડુપ્લીકેટ રેશનકાર્ડ, વિધવા સર્ટિફીકેટ, હંગામી રહેણાંકનો દાખલો, આવકનો દાખલો, અનામતમાં ન હોય તેવી જાતિના દાખલા, સિનિયર સીટીઝન પ્રમાણપત્ર, ભાષા આધારિત માઇનોરીટી સર્ટિફિકેટ, ક્રિમિલીયર માઇનોરીટી સર્ટિફિકેટ, વિચરતી સુચિત જાતિના દાખલા, મુખ્યમંત્રી કૃષિ સહાય, આવકના દાખલાનું એફિડેવીડ, જાતિના દાખલાનું એફિડેવીડ, રેશનકાર્ડ માટેનું એફિડેવીડ, નામ બદલવા માટેનું એફિડેવીડ તેમજ અન્ય તૈયાર એફિડેવીટનો સમાવેશ થાય છે.

વંથલીના જે ૨૪ ગામને લાભ મળનાર છે તેમાં ડુંગરી, રાવણી, બંટીયા, ઝાપોદડ, નરેડી, ઘંટીયા, નવલખી, સાંતલપુર, મેઘપુર, નાવડા, ટીકરપાદરડી, આખા, કણજા, ગાદોઇ, સેંદરડા, કુંભડી, ખોખરડા, ગાંઠીલા, ઘુડવદર, મહોબતપુર, ભાટીયા, લુશાળા, ખોરાસા અને નગડીયા ગામનો સમાવેશ થાય છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!