જૂનાગઢ પોલીસ દ્વારા દેશમાં કોવિડ 19 કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના

જૂનાગઢ પોલીસ દ્વારા દેશમાં કોવિડ 19 કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના
Spread the love

ભારત સરકાર દ્વારા કોવિડ 19 ની જાગૃતિ માટે જન આંદોલન અભિયાન તા. 07.10.2020 થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનિરાઇઝર નો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને 6 ફૂટનું અંતર રાખે, તે બહુ જરૂરી છે. આ જન આંદોલન અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં તા. 15.10.2020 ના રોજ શપથ પ્રતિજ્ઞા લેવા માટે સુચનાઓ આપવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેમજ કચેરીમાં કોવિડ 19 ની ગાઈડ લાઈનનું પાલન કરી, શપથ લેવા માટે સુચનાઓ કરવામાં આવેલ હતી.

કોવિડ 19 જન આંદોલન અભિયાન અંતર્ગત શપથ પ્રતિજ્ઞા લેવાના ભાગરૂપે આજરોજ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ની સૂચના આધારે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતેં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, ટ્રાફિક પીએસઆઇ એ.બી.દેસાઈ, એએસઆઇ સંજયભાઈ ગઢવી, હે.કો. ઝવેરગીરી, હવાબેન, કમલેશભાઈ, મયુરભાઈ, દેવેન્દ્રસિંહ, અશોકભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ડ્રાઇવર દલભાઈ, સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરપી જવાનો સાથે શપથ લેવામાં આવેલ હતા.

પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવેલ કે, હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જણાવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારીશ, તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ. આ પ્રમાણે શપથ પ્રતિજ્ઞા તમામે લીધેલ હતી. વધુમાં, દેશમાં કોવિડ 19 કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવેલ હતી. ઉપરાંત, તમામ અધિકારીઓ તથા સ્ટાફને કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ હોઈ, પોતાની ફરજ દરમિયાન પૂરતી તકેદારી રાખવા પણ જાણ કરવામાં આવેલ હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201015-WA0066.jpg

Right Click Disabled!