જૂનાગઢ પોલીસે મોબાઇલ ચોરીના આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્યા

જૂનાગઢ પોલીસે મોબાઇલ ચોરીના આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્યા
Spread the love

જૂનાગઢ શહેરના ઊંઘી વાડા, રઝવી મંજિલ ખાતે રહેતા ફરિયાદી ઇરમબેન અસલમભાઈ સોરઠીયા ખરીદી કરવા પંચ હાટડી માંગનાથ વિસ્તારની બજારમાં ગયા હતા ત્યારે બે અજાણી મહિલાઓ દ્વારા તેમનો મોબાઈલ ફોન હોનર કંપનીનો 9N મોડેલ કિંમત રૂ. નો ચોરી કરી લઇ ગયેલ હતી. આ બાબતની ફરિયાદ ફરિયાદી ઇરમબેન અસલમભાઈ સોરઠીયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ જે.એચ. કછોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા તથા આરોપીઓને અટક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. શ્રી આર.જી.ચોધરી, પીએસઆઇ જે.એચ. કછોટ, હે.કો. વિકાસભાઈ, પો.કોન્સ. મોહસીનભાઈ, ભાવસિંહ, વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઇ તેમજ જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કોન્સ. જયેશભાઇ જોગલ, રાહુલગીરી મેઘનાથી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે મોબાઈલ લઇ જનાર બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા એક મહિલા મોબાઈલ ચોરી કરીને સગીર બાળકીને આપતા હોય, તેની ઝીણવટ ભરી માહિતી એકઠી કરી, એ ડીવીઝન પોલીસ સ્ટાફને સોંપતા, એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા તે આરોપીઓ (1) રાધાબેન અનિલભાઈ સોલંકી દે.પય. ઉવ. 28 રહે. સરકારી દવાખાના પાસે, ગોંડલ જી. રાજકોટ, (2) ભરત કિશોરભાઈ ચાવડા જાતે રજપૂત ઉવ. 28 રહે. જેતપુર રોડ, હેપી હોમ, ગોંડલ જી. રાજકોટ તથા (3) જુનેદ હારુનભાઈ કૈડા સુમરા મુસ્લિમ ઉવ. 32 રહે. ભગવતી પરા, ગોંડલ જી. રાજકોટને સગીર બાળકી સાથે પકડી પાડેલ હતા.

પકડાયેલ આરોપીઓ પાસે ચોરીમાં ગયેલ મોબાઈલ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા મળી કુલ કિંમત રૂ. 62,000/- નો મુદામાલ કબજે* કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરી કરવામાં સગીર બાળકીનો ઉપયોગ કરેલ હોઈ, જુવેનાઇલ એકટના કાયદાની કલમો ઉમેરી, ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીઓ ગોંડલ ખાતેથી જૂનાગઢ ખાતે ચોરી કરવાના ઇરાદે આવેલ હતા અને મોબાઈલ ચોરીના ગુન્હામાં લોકોને શંકા ના જાય તે માટે સગીર બાળકીનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ, મહિલાએ મોબાઈલ ચોરી કરી, સગીર બાળકીને આપેલ અને બાળકીએ રીક્ષા મા રહેલ બને આરોપીઓને આપી દીધેલ હતો. જેથી, આરોપીઓ વિરુદ્ધ ચોરીની કલમો સાથે જુવેનાઇલ જસ્ટીસ એકતની કલમો આધારે કાર્યવાહી કરી, વધુ તપાસ એ ડિવિઝન પોલોસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201014-WA0011.jpg

Right Click Disabled!