જૂનાગઢ પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું

જૂનાગઢ પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું
Spread the love

જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લીલીવાવ ગામના સરપંચ ધીરુભાઈ રાઠોડ (M :- 78170 81053)એ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, કે જેઓ ભૂતકાળમાં પાલીતાણા ખાતે પોલીસ ઇન્સ. તરીકે ફરજ બજાવતા હોય, તેઓને જાણ કરેલ કે, પોતાનો કુટુંબી ભાઈ હરેશભાઇ પૂંજાભાઈ રાઠોડ કે જે આશરે દશેક વર્ષથી જૂનાગઢ ખાતે રહેવા આવી ગયેલ છે અને તેની બહેનના લગ્ન હોઈ, બહેનના લગ્નમાં ભાઈ હરેશ હાજર રહે તેવી બહેનની ઈચ્છા હોય, જૂનાગઢ ખાતે તપાસ કરી, 10 વર્ષથી જૂનાગઢ ગયેલ હરેશભાઇ કે જેઓ પહેલા રીક્ષા ચલાવતા હતા, તેઓની તપાસ કરી, મળી આવે તો, જાણ કરવા જણાવેલ હતું. જેથી, તેની બહેનના લગ્નમાં અથવા તેનો મેળાપ થઈ શકે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, ઝવેરગીરી, કમલેશભાઈ, પો.કો. દેવેન્દ્રસિંહ, સિદ્ધરાજસિંહ, સહિતની ટીમ દ્વારા પાલીતાણા ખાતેના લીલીવાવ ગામના સરપંચ ધીરુભાઈ રાઠોડની રજુઆત આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષા એસોસિએશન ના આરીફભાઈ સુમરા, રવજીભાઈ, સહિતના હોદેદારો સાથે સંકલન કરી, દોલતપરા વિસ્તારમાંથી તેના કુટુંબીજનો સાથે રાખી, શોધી કાઢી, હરેશ રાઠોડને તેના પિતા પૂંજાભાઈ રાઠોડ, સરપંચ ધીરુભાઈ રાઠોડ, સહિતના કુટુંબીજનોને સોંપતા, તેના પિતા પૂંજાભાઈ પુત્ર હરેશભાઇને ભેટી, ભાવ વિભોર થયેલ હતા.

હરેશભાઇ રાઠોડના કુટુંબીજનો તથા સરપંચ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા સમયસર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા, જૂનાગઢ પોલીસના પ્રયત્નોથી જ પોતાનો પુત્ર તાત્કાલિક પરત મળ્યાનો ભાવ વ્યક્ત કરવામાં આવેલ હતો. જો, કે બહેનના લગ્ન પુરા થઈ ગયેલ હોઈ, પરંતુ, પોતાની બહેનના લગ્ન બાદ તેના સાસરે લઈ જઈ, બહેનની ઈચ્છા પૂરી કરવા પણ સરપંચ ધીરુભાઈ તથા કુટુંબીજનો દ્વારા જણાવવામાં આવેલ હતું. પાલીતાણાના હરેશભાઇ રાઠોડ આજથી દસેક વર્ષ પહેલાં જૂનાગઢ આવી ગયેલ હતો અને પોતાની આપબળે આગળ વધવાનું ઘેલું લાગેલ હતું. દરમિયાન મહેનત કરીને રીક્ષા લીધેલ અને ડુંગરપુરમાં મકાન પણ લીધેલ હતું.

હાલમાં દોલતપરામાં કારખાનામાં મજૂરી કરે છે અને ત્યાજ રહીને એકલવાયું જીવન ગુજારે છે. જેને તેના પરિવારજનો સાથે દાસ વર્ષ બાદ મિલન કરાવતા હાલ તો કુટુંબીજનો પોતાના વતનમાં લઈને રવાના થયેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા પાલીતાણા તાલુકાના લીલીવાવ ગામના હરેશભાઇ રાઠોડને શોધી, પરત અપાવી, પોતાની બહેનના લગ્ન દરમિયાન બહેનની ઈચ્છા મુજબ પોતાનો ભાઈ શોધી કાઢી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરી વાર સાર્થક કર્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201022-WA0003.jpg

Right Click Disabled!