જૂનાગઢ : દીકરો અપાવવાની લાલચ આપનાર આરોપીઓએ મેળવેલ રૂપિયા તેમજ મુદામાલ કબ્જે કરતી પોલીસ

જૂનાગઢ : દીકરો અપાવવાની લાલચ આપનાર આરોપીઓએ મેળવેલ રૂપિયા તેમજ મુદામાલ કબ્જે કરતી પોલીસ
Spread the love

જૂનાગઢ તાલુકાના ભિયાળ ગામ ખાતે રહેતા ફરિયાદી નયનભાઈ પ્રવીણભાઈ સોજીત્રા જાતે પટેલ ઉવ. 26 ને ગયા જાન્યુઆરી મહિનામાં આરોપીઓ ગરુુ તથા ચેલો તથા તેઓેની સાથે મળેલ તેઓના મળતીયાઓએ પૂર્વાયોજિત કાવતરું રચી, ફરિયાદીને દીકરો અપાવવાનો વિશ્વાસ આપી, વિધિઓ કરવાના બહાને ફરીયાદીના રુપીયા તથા સોનાના દાગીના મળી, કુલ રૂ. 77,70,000/- ની ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી ના ગુન્હામાં પકડાયેલ પાંચેય આરોપીઓને દિન 07 ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માતબર રકમના ચિટિંગના ગુન્હામાં ફરિયાદીની દીકરો મેળવવાની ભાવનાનો દુરુપયોગ કરી, છેતરપિંડી વિશ્વાસઘાત કરી, પુરાવાઓનો પણ નાશ કરાવવામાં આવેલ હોઈ, પોલીસ રીમાન્ડ ઉપર રહેલા તમામ આરોપીઓ પાસેથી *છેતરપીંડી વિશ્વાસઘાત કરી, હજમ કરેલા તમામ રૂપિયા તથા સોનાના દાગીના હસ્તગત કરી, રિકવર કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા સ્ટાફના હે.કો. નાથાભાઇ, નિલેશભાઈ, પો.કો. જૈતાભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા પોલીસ રીમાન્ડ ઉપર રહેલા આરોપીઓ (1) રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વાઘસિયા બાપુ ઉવ. 25 રહે. ભોજપરા, વાંકાનેર હાલ રહે. ખીરસરા તા. જી. રાજકોટ, (2) જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરુદેવ ઉવ. 30 રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી, (3) કવરનાથ રૂમલનાથ ભાટી ઉવ. 35 રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી, (4) નરેશનાથ રૂખડનાથ પઢીયાર ઉવ. 25 રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી તથા (5) ઘાસનાથ રૂખડનાથ પઢીયાર ઉવ. 35 રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબીની પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો આ ગુન્હો કર્યાનો જ ઇનકાર કરી દીધેલ હતો. પરંતુ, જૂનાગઢ પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરતા અને ત્રીજું નેત્ર ખોલતા રૂખડનાથ ગેંગ દ્વારા સમગ્ર ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ હતી અને છેલ્લા આઠેક મહિના દરમિયાન કરવામાં આવેલ છેતરપિંડી વિશ્વાસઘાતના ગુન્હાની કબૂલાત કરી અને મુદામાલ પણ આપી દેવા માટે કબૂલાત કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓની કબૂલાત આધારે જૂનાગઢ તાલુકાની પોલીસ ટીમ આરોપીઓને સાથે લઈ, મોરબી તાલુકા પોલીસની મદદથી મકનસર ગામે આરોપી જાનનાથ સુરમનાથ પઢીયાર દ્વારા છેતરપીંડી વિશ્વાસઘાત કરી, મેળવેલ ફરિયાદીના ઓરીજીનલ સોનાના દાગીના હાર, મંગળસૂત્ર, વીટી, ટીકો, ચેઇન, પેન્ડલ, કુલ 08 તોલા કિંમત રૂ. 4,11,900/- તથા રોકડ રૂ. 5,00,000/- મળી, કુલ રૂ. 9,11,900/- નો મુદામાલ કબજે* કરવામાં આવેલ છે. આરોપીઓએ બાકીના રોકડા રૂપિયા જુદી જુદી જગ્યાએ વાપરેલ હોઈ, તે તમામ રૂપિયા પણ બે દિવસમાં મેળવી, રજૂ કરવા પણ કબૂલાત કરવામાં આવેલ છે.

આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કરવામાં આવેલ છેતરપિંડી વિશ્વાસઘાતના ગુન્હામાં આઠ માસ જેટલા સમય બાદ રૂપિયા તથા મુદામાલ રિકવર કરવાનું અત્યંત અઘરું કામ હોય, પરંતુ, તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપીઓને ભીંસમાં લેતા, માતબર રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને બાકીનો મુદામાલ પણ રજુ કરવા આરોપીઓ તથા તેના કુટુંબીજનો દ્વારા કબૂલાત કરવામાં આવેલ છે. તાલુકા પોલીસની ટીમ દ્વારા ફરિયાદીને મદદ કરી, તમામ મુદામાલ કબજે કરવા કાર્યવાહી કરી, વધુ તપાસ તાલુકા પોલિસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20200925-WA0042.jpg

Right Click Disabled!