જૂનાગઢ પોલીસે દીકરો અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતા આરોપીઓને ઝડપી પડ્યા

જૂનાગઢ પોલીસે દીકરો અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતા આરોપીઓને ઝડપી પડ્યા
Spread the love

જૂનાગઢ તાલુકાના ભિયાળ ગામ ખાતે રહેતા ફરિયાદી નયનભાઈ પ્રવીણભાઈ સોજીત્રા જાતે પટેલ ઉવ. 26 ને ગયા જાન્યુઆરી મહિનામાં આરોપીઓ ગરુુ તથા ચેલો તથા તેઓેની સાથે મળેલ તેઓના મળતીયાઓએ પૂર્વાયોજિત કાવતરું રચી, ફરિયાદીને દીકરો અપાવવાનો વિશ્વાસ આપી, ફરિયાદીના મોબાઈલ ઉપર સંપર્ક કરી, ફરિયાદીની જમીન વહેંચાવી, રોકડ રકમ તથા ઘરેણાં સિદ્ધ કરવાના બહાને અલગ અલગ જગ્યાએ બોલાવી, વિધિઓ કરવાના બહાને ફરીયાદીના રુપીયા તથા સોનાના દાગીના મળી, કુલ રૂ. 77,70,000/- અલગ અલગ જગ્યાએ જેમા નાગેશ્વર, સાણદં, સાચણ, ધાગધ્રા, વિગેરે જગ્યાએ બોલાવી, ત્યા અવાવરું જગ્યાએ રુપીયા રાખી, ફરીયાદીના રુપીયા પચાવી જઇ, ફરીયાદી તથા સાહદના મોબાઇલ ફોનમા વાતચીતોના રેકોડીંગનો નાશ કરાવી, ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરવામાં આવેલ હોઈ, ફરિયાદી નયનભાઈ પ્રવીણભાઈ સોજીત્રા જાતે પટેલ ઉવ. 26 રહે. ભિયાળ ગામ જી. જૂનાગઢ દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા, ગુન્હો દાખલ કરી, તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માતબર રકમના ચિટિંગના ગુન્હામાં ફરિયાદીની દીકરો મેળવવાની ભાવનાનો દુરુપયોગ કરી, છેતરપિંડી વિશ્વાસઘાત કરી, પુરાવાઓનો પણ નાશ કરાવવામાં આવેલ હોઈ, બનાવની ગંભીરતા આધારે બીજા કોઈ સાથે આ પ્રકારની છેતરપિંડી ના થાય એ માટે કડક કાર્યવાહી કરવા અને આરોપીઓને હસ્તગત કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા સ્ટાફના હે.કો. નાથાભાઇ, નિલેશભાઈ, પો.કો. જૈતાભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવેલી, દરમિયાન આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી આચરવામાં આવેલ છેતરપિંડીંના ગુન્હામાં આરોપીઓ અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે પકડાતા, આ જ આરોપીઓએ જૂનાગઢના ફરિયાદી સાથે પણ છેતરપિંડી કરવામાં આવેલ હોઈ, કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી, આરોપીઓ (1) રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વાઘસિયા બાપુ ઉવ. 25 રહે. ભોજપરા, વાંકાનેર હાલ રહે. ખીરસરા તા. જી. રાજકોટ, (2) જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરુદેવ ઉવ. 30 રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી, (3) કવરનાથ રૂમલનાથ ભાટી ઉવ. 35 રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી, (4) નરેશનાથ રૂખડનાથ પઢીયાર ઉવ. 25 રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી તથા (5) ઘાસનાથ રૂખડનાથ પઢીયાર ઉવ. 35 રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબીનો કબ્જો મેળવી, જૂનાગઢ ખાતે લાવી, ધરપકડ કરવામાં આવેલ છે…_

પકડાયેલ તમામ આરોપીઓ મદારી જ્ઞાતિના છે, જેઓ તમામની પૂછપરછ દરમિયાન આરોપી રૂખડનાથ મદારી આ પ્રકારના મોડ્સ ઓપરેન્ડી થી કરવામાં આવતા ચિટિંગના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર* છે, જ્યારે અન્ય આરોપીનો પણ આ પ્રકારના ગુન્હાઓમાં અલગ અલગ રોલ છે. આરોપી કવરનાથ મદારી ભિક્ષા વૃત્તિ દરમિયાન જરૂરિયાત વાળા લોકો તથા તેના મોબાઈલ નંબર શોધી લાવે છે અને તેઓની સમસ્યા શોધી, તેના નિરાકરણ માટે તેને પોતાના ગુરુ સાથે વાત કરાવવાનું જણાવી, મુખ્ય સૂત્રધાર આરોપી રૂખડનાથને મોબાઈલ નંબર આપે છે. ત્યારબાદ આરોપી રૂખડનાથ મોબાઈલ ફોન ઉપર શોધેલા ગ્રાહકને શીશામા ઉતારવાની વિધિ ચાલુ કરી, એક પછી એક વહેમમાં નાખી, તેઓની જમીનમાં દોષ છે, બદલાવી નાખવા જણાવે છે.

ભોગ બનાનારને વિધિ કરવા ચોટીલા બાજુ બોલાવી, ચોટીલા થાનગઢ રોડ ઉપર ઝરીયા મહાદેવના વિડમાં અવાવરું જગ્યા લઈ જઈ, વિધિ કરવાની શરૂઆત કરે અને આરોપી નરેશનાથ મદારી વિધિમાં બે ભાન થઈ જાય આરોપી ઘાસનાથ મદારી તેને વિધિમાંથી એક બાજુ લઈ જાય અને વિધિ ઊંઘી પડી છે, શુદ્ધિ કરવી પડશે એવું જણાવી, રૂપિયા પડાવે છે. એવું જણાવી, ફરિયાદીને વધુ વહેમમાં નાખે છે. આમ, ક્રમશઃ ફરિયાદીને વધુ ને વધુ વહેમમાં નાખી, જમીન વહેંચાવી, રૂપિયા શુદ્ધ કરવાની જરૂર હોવાનું જણાવી, જુદી જુદી જગ્યાએ બોલાવી, રૂપિયા અવાવરું જગ્યા મુકાવી, પાછળ નહીં જોવાનું જણાવી, રૂપિયા લઈને રવાના થઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે, શિક્ષિત હોવા છતાં લોકો આટલો બધો અંધ વિશ્વાસ રાખી, આ રૂખડનાથ ગેંગ જેમ કહે તેમ કરે છે અને રૂપિયા ઓળવીને રફુ ચક્કર થઈ જાય છે અને મોબાઈલ ફોન વહેતા પાણીમાં નાખી દેવાનું જણાવી, સિફતપૂર્વક પુરાવાઓનો પણ નાશ કરે છે…!!!_

પકડાયેલ આરોપીઓ દ્વારા આ જ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી અન્ય કોઈ ગુન્હાઓ આચરેલા છે કે કેમ…? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ…? છેતરપીંડી કરીને ઓળવી ગયેલ રૂ. 77,70,000/- રિકવર કરવાના મુદ્દાઓ સબબ તમામ આરોપીઓને દિન 14 ના પોલીસ રિમાન્ડની માંગણી સાથે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવતા, જૂનાગઢ કોર્ટના જજ શ્રી પઠાણ દ્વારા દિન 07 ના પોલીસ રીમાન્ડ મંજુર કરતાં, વધુ તપાસ તાલુકા પોલિસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20200923-WA0014.jpg

Right Click Disabled!