જૂનાગઢ : કોરોના સંદર્ભે ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે

જૂનાગઢ : કોરોના સંદર્ભે ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે
Spread the love
  • પ્રતિકાત્મ પરિક્રમા માટે સાધુ-સંતો અગ્રણીઓ સાથે ચર્ચા-વિમર્શ બાદ નિર્ણય લેવાશે

જૂનાગઢ : કોવિડ-૧૯ મહામારી સંદર્ભે દર વર્ષે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દિવાળી પછી એટલે કે કારતક સુદ અગિયારસ થી પુનમ સુધી યોજાતી લીલી પરિક્રમા કોવિડ-૧૯ મહામારી સંદર્ભે બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાનું જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું છે. પરિક્રમામાં ૧૦ લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવતા હોય રાજ્ય સરકારના જાહેરનામા, સામાજીક મેળાવડાઓ બંધ રાખવા, ૨૦૦ વ્યક્તિથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ સહિતની બાબતોને આવરી લઇ કલેક્ટરશ્રી, કમિશ્નરશ્રી, વન ખાતાના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાની કોર કમિટીના નિર્ણય મુજબ પરિક્રમા બંધ રાખવામાં આવી હોવાનું કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું.

ઉતારા મંડળ દ્વારા પરિક્રમાની પરંપરા નિભાવવા આવેલ રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સાધુ સંતો અગ્રણી લોકો સાથે ચર્ચા વિચારણા કરી પ્રતિકાત્મક પરિક્રમા બાબતે હવે પછી નિર્ણય લેવામાં આવશે. પરિક્રમમાં સમગ્ર રાજ્ય દેશમાંથી ૧૦ લાખ જેટલા ભાવિકો આવે છે. જંગલ વિસ્તારમાં સોશ્યલ ડીન્સન્ટસ જાળવવું બધી વ્યવસ્થાઓ ઉભી કરવી કોરોનામાં પરિવહનની મુશ્કેલીઓ સંદર્ભે પરિક્રમા બંધ રાખવામાં આવી છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું છે.

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પરિક્રમા સંદર્ભે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં મ્યુ.કમિશનર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, કાર્યવાહક નિવાસી અધિક કલેક્ટર રેખા સરવૈયા, નાયબ માહિતી નિયામક અર્જૂન પરમાર, પ્રીન્ટ અને ઇલેકટ્રોનીક મીડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. લીલી પરિક્રમા સાથે લાખો લોકોની શ્રધ્ધા જોડાયેલી છે. આ સંદર્ભે કલેક્ટરે કહ્યું કે, પ્રતિકાત્મક પરિક્રમા અંગે સાધુ સંતો અગ્રણીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી નિર્ણય કરવામાં આવશે. કોરોના મહામારી સંદર્ભે જનહિત ધ્યાને લઇ પરિક્રમા બંધ રાખવા નિર્ણય કરાયો હોવાનું ડો. પરઘીએ વધુમાં જણાવ્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

DSC_0011.JPG

Right Click Disabled!