જૂનાગઢ : કિસાન સુર્યોદય યોજના અંગે ખેડૂત લાભાર્થીઓના પ્રતિભાવ

Spread the love

જૂનાગઢ : મેંદરડા તાલુકાના ડેડકીયાણા ગામના જગુભાઇ પીપલીયાએ જણાવ્યું હતું કે, જો દિવસે લાઇટ પાળી થાય તો અમને ફાયદાકારક છે. રાત્રે કોઇ મજુર રહે નહીં. રાતે અમારે હેરાનગતી થાય છે. કોઇ મજુર ન આવે અને મહિલાઓ પાણી વાળી શકે નહીં તેમજ સાવજ, દિપડાનો ડર લાગે છે. દિવસે લાઇટ મળે તો મહિલાઓ પણ પાણી વાળી શકે છે. વિનોદભાઇ ધનજીભાઇ સાવલીયાએ જણાવ્યું હતું કે, લાઇટનો પ્રશ્ન છે. દિવસે લાઇટ આવે તો મહિલાઓ પણ પાણી વાળી શકે છે. રાત્રીના સિંહ, દિપડાનો ડર લાગે છે. રાત્રીના પાણી વાળવા માટે મજુર મળતા નથી. દિવસના હોય તો મજુર પણ પાણી વાળે છે.

મેંદરડાના ચંદુભાઇ સોંદરવાએ જણાવ્યું હતું કે, રોડ પર ૩૨ વીઘા જમીન છે. વાડીએ જ રહેણાંક છે. વાડીમાં ઘઉં અને તલનું વાવેતર છે. પાકને પાણી વાળવા માટે રાતનો વારો હોય ત્યારે ખુબ મુશ્કેલી વેઠવી પડે કે તેની કોઇ સીમા નથી. ગઇ રાત્રીના ૩ વાગ્યા સુધી પાણી વાળેલ જાનવરોનો અવાજ આવતા રાત્રીના પાણી વાળવાનો ડર લાગે છે. પરંતુ પાકને પુરતુ પાણી મળી રહે તે માટે રાતના પણ ભયમાં પાણી વાળવું પડે છે. મેંદરડામાં હિંશક પ્રાણીઓ છે. જે અવારનવાર ચડી આવે છે. આથી રાત્રીના પાણી વાળતા તેનો ડર રહેશે.

હરસુખભાઇ ગોવિંદભાઇ કોદાવાલાએ જણાવ્યું હતું કે, દિવસના પાવર હોય તો ફાયદો થાય રાત્રે જાનવરનો ડર લાગે છે. ત્યારે દિવસનો પાવર આપવા માટે મોદી સરકારનો આભાર છે. ચંદ્રાવડી ગામના જાદવભાઇ જીવરાજભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે, સરકારે નિર્ણય લીધો છે તે ખેડૂત માટે ફાયદાકારક છે. મહિલાઓને રાતના હેરાન ન થવું પડે, રાતના પાણી વાળવા માટે ઉજાગરા અને જાનવરોના ડરથી મુક્તી મળશે. રાત્રીના મજુર પણ પાણી વાળવા જતા નથી. ત્યારે સરકાર દ્વારા દિવસના વિજ પુરવઠાનો નિર્ણય છે તે સારો અને વડાપ્રધાનના આ નિર્ણયને ખેડૂતો માટે ફાયદકારક છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!