જૂનાગઢ : રાજય કક્ષાની આઈટી કવીઝમાં 4 બાળકોની પસંદગી

Spread the love

જૂનાગઢ : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાની આઈ ટી કવીઝનું આયોજન થયું હતું. જેમાં ગુજરાત ના જુદા જુદા જિલ્લા કક્ષાની કવીઝ માં આશરે ૩૫૦૦૦ જેટલા બાળકો સામેલ થયા હતા. જેમાંથી ૨૦૦ બાળકો ને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવેલ જેમાં જૂનાગઢ જિલ્લાના ૪ બાળકો પસંદ થયા હતા.

ઓનલાઇન રાજ્યકક્ષાની કવીઝ યોજાઈ જેમાં ૨૦૦ માંથી ૬ બાળકો ને રાષ્ટ્રીય કક્ષાની કવીઝ માં સ્થાન મળ્યું છે. આ ૬ વિદ્યાર્થી માં એક વિદ્યાર્થી જૂનાગઢ જિલ્લા નો પસંદ થયેલ છે.પ્રાન્શુ હીમાંશુભાઈ ત્રિવેદી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ જિલ્લામાંથી રાષ્ટ્રીય કક્ષાની રૂરલ આઈ ટી કવીઝ સ્પર્ધામાં ભાગ લેશે. તેમની આ સીદ્ધી બદલ બ્રહ્માનંદજી જિલ્લા લોકવિજ્ઞાનકેન્દ્ર ચાંપરડા જૂનાગઢ ના ચેરમેન ગિજુભાઈ ભરાડ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બની આવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!