જૂનાગઢ : માળીયાહાટીની શ્રી વલ્લભાચાર્ય હાઇસ્કૂલ માતારવાણિયા શાળા બંધ છે શિક્ષણ નહીં

જૂનાગઢ : માળીયાહાટીની શ્રી વલ્લભાચાર્ય હાઇસ્કૂલ માતારવાણિયા શાળા બંધ છે શિક્ષણ નહીં
Spread the love

જૂનાગઢ : શ્રી વલ્લભાચાર્ય હાઇસ્કૂલ માતારવાણિયામા માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી online ક્લાસ શરૂ છે. જેમાં દરેક શિક્ષકો બાળકો જુદાજુદા વિષયો નું શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે બાળકોની વિચાર શક્તિ અને સર્જનાત્મક શક્તિ વિકસે ઉપરાંત ગાંધીજીના વિચારોને વાચા મળે તેવા હેતુથી “પ્લાસ્ટિક મુક્ત ભારત” “સ્વચ્છ ભારત, નિરોગી ભારત”, “કોરોના યોધ્ધા”, “મારા સ્વપ્નનું ભારત” એવા વિષયો પર ઓનલાઇન ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા નું આયોજન કરેલ હતું.

જેમાં બાળકોએ આપેલ વિષય પર પોતાની મૌલિક શક્તિ થી ભાગ લીધો હતો. અત્યારે શાળાઓ બંધ છે ત્યારે બાળકોને ઘરબેઠા સર્જનાત્મકતાનો વિકાસ થાય તે હેતુથી આ પ્રવૃત્તિનું આયોજન થયેલું. આ બાબતે શ્રી વલ્લભાચાર્ય હાઇસ્કૂલ માતરવાણિયાના શિક્ષક પરેશભાઇ ગોહેલે વિદ્યાર્થીઓને ઓનલાઇન માર્ગદર્શન આપ્યુ હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

vallabhacharya-school.jpg

Right Click Disabled!