જૂનાગઢ : કેશોદ, વંથલી સહિતના ગામનો કેટલોક વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર

Spread the love

જૂનાગઢ : કેશોદ, વંથલી,માંગરોળ સહીતના તાલુકામા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામા મુજબ વંથલી વોર્ડ નં. ૫ બાંટવા ફળીમાં આવેલ જેઠવા આયસુબેન હનીફભાઇનું ઘર, ખોરાસા (આહીર) વોર્ડ નં. ૧ મેઇન બજારમાં આવેલ મેણંદભાઇ નાથાભાઇ બકોત્રાનું ઘર, ગાદોઇ વોર્ડ નં.૧ પાદરમાં આવેલ બાબુભાઇ લક્ષ્‍મણભાઇ વાધેલાનું ઘર. માળીયા હાટીના જુથળ વોર્ડ નં.૨ બેંકની પાછળની સાઇડ મેઇન બજારમાં આવેલ ભાવેશભાઇ વલ્લભભાઇ વાછાણીનું રહેણાંકી મકાન. તરસીંગડા વોર્ડ નં. ૩ તરસીંગડા- આંબલગઢ રોડ પર આવેલ રવજીભાઇ લખમણભાઇ કોદાવાલાનું રહેણાંકી મકાન માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

કેશોદના ખમીદાણા વોર્ડ નં.૨ રમાબેન ભાણજીભાઇ ગજેરાના મકાન થી લઇને પુતીબેન ભુપતભાઇ વાઢીયાંના મકાન સુધીના ગામનાં ચોરા પાસેનો વિસ્તાર.કેશોદ વોર્ડ નં.૧ આલાપ કોલોનીમાં આવેલ કીરીટભાઇ માધવજીભાઇ નાંઢાનાં મકાનથી રમેશભાઇ વલક્ષ્‍લભભાઇ કક્કડનાં મકાન સુધીનો વિસ્તાર. માંગરોળના નગીચાણા વાડી વિસ્તારમાં રહેતા જેઠાભાઇ મેસુરભાઇ પીઠીયાની ખેતીની જમીનવાળો તમામ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૨૮ ઓકટબર સુધી અમલમાં રહેશે. માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!