જૂનાગઢ : કેશોદ, વંથલી સહિતના ગામનો વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર

Spread the love

જૂનાગઢ : કેશોદ, વંથલી સહીતના તાલુકામા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામા મુજબ ભેંસાણ વોર્ડ નં.૧૦ ચણાકા પ્‍લોટમાં આવેલ ગોવિંદભાઇ મોહનભાઇ ભાયાણીનું મકાન.માળીયા હાટીના વોર્ડ નં. ૨ વાલ્મીકી વાસમાં આવેલ ધીરૂભાઇ હીરાભાઇ જેઠવાનું રહેણાંકી મકાન, વંથલીના સુખપુર વોર્ડ રામ મંદિર વિસ્તાર, સુખપુરમાં આવેલ હિતેન્દ્રભાઇ દામોદરભાઇ સુખાનંદીનું ઘર, વંથલી વોર્ડ નં. ૫ બાંટવા ફળી, વંથલીમાં આવેલ ચંપકભાઇ હરખાભાઇ સોલંકીનું ઘર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

માણાવદર વોર્ડ નં.૫ ગાંધીચોક, કિશોરભાઇ ઠાકરશીભાઇ સોલંકીનું ઘર. બાંટવા વોર્ડ નં.૧ ભીમનાથ મંદિર પાસે, બાંટવામાં આવેલ ડાયાભાઇ ધનજીભાઇ પરમારનું ઘર સારંગપીપળી ગામે વાડી વિસ્તારમાં આવેલ મેરખીભાઇ વાળાનું ઘર.કેશોદ ના બડોદર ગામે જમનાદાસભાઇ જીવરાજભાઇ ધામેચાનાં ઘરથી રમેશચંદ્ર મોહનભાઇ પરમારનાં ઘર સુધીનો વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. કેશોદ વોર્ડ નં ૮ નગરપાલીકા કોલોનીમાં આવેલ ગીરીશભાઇ પી. દવેનાં મકાનથી ભોવાનભાઇ હીરાભાઇ સિંહારનાં મકાન સુધીનો વિસ્તાર.

વોર્ડ નં. ૬ અમૃતનગર રોડ અંબીકાનગરમાં આવેલ મકાન બીપીનભાઇઅમૃતલાલમંગરાનાં મકાન પાસેથી ભરતભાઇ અરજણભાઇ રૂપાવટીનાં મકાન સુધીનો વિસ્તાર, વોર્ડ નં.૬ જાગનાથ-૨ જાગનાથ ટાવર પાસે આવેલ મનસુખભાઇ વનરાજભાઇ કાનાબારનાં મકાન થી લઇને તેજશભાઇ મહેશભાઇ સેતપાલનાં મકાન સુધીનો વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૨૭ ઓકટબર સુધી અમલમાં રહેશે. માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!