જૂનાગઢ : જેલના પાકા કામના કેદીનું સારવારમાં અવસાન થતાં SDMની કચેરી તપાસ કરશે

જૂનાગઢ : જેલના પાકા કામના કેદીનું સારવારમાં અવસાન થતાં SDMની કચેરી તપાસ કરશે
Spread the love

જૂનાગઢ : જામનગર જિલ્લાના અમરાપુર ગામના મુળુભાઇ પુંજાભાઇ જોગલ(ઉ.વ.૬૫) જૂનાગઢ જિલ્લા જેલના પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા હતા. પરંતુ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં તા.૧/૨/૨૧ના રોજ સારવાર દરમિયાન અવસાન થતા તેમની તપાસ જૂનાગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને સોંપવામાં આવી છે. આ કેસમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, જૂનાગઢ વિભાગના આઇ.એ.એસ અંકિત પન્નુ તપાસ કરી રહ્યા છે.

આગામી તા.૩/૩/૨૧ તથા ૪/૩/૨૧ના રોજ સવારે ૧૧ કલાકથી સાંજના ૫ કલાક સુધી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, બીજો માળ, તાલુકા સેવા સદન,સરદાર બાગ,જૂનાગઢ ખાતે તપાસની કાર્યવાહી ચલાવવામાં આવશે. આ અંગે કોઇ વ્યક્તિએ રજૂઆત કરવી હોય તો રૂબરૂ આધાર પુરાવાઓ સાથે ઉકત સ્થળે નિયત તારીખ અને સમયે રજૂઆત કરી શકાશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

IMG-20210208-WA0046.jpg

Right Click Disabled!