કડી પાલિકા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સુપડાસાફ

કડી પાલિકા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સુપડાસાફ
Spread the love
  • પાલિકાની 36 માંથી 35 બેઠકો ઉપર ભાજપ ના ફાળે તેમજ 1 બેઠક કોંગ્રેસ ના ફાળે
  • કડી તાલુકા પંચાયતમાં 30 માંથી 21 ભાજપ અને 9 કોંગ્રેસ ના ફાળે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરીણામ જાહેર થતાની સાથેજ ભાજપના કાર્યકરો તેમજ નેતાઓ ગેલમાં આવી ગયા હતા.રાજ્યના નાયબ મુખ્યમંત્રીના માદરે વતનમાં મતગણતરી કેન્દ્રો ઉપર સવારથી કાર્યકરોની ભીડ જામેલી જોવા મળી રહી હતી.મતગણતરી શરૂ થયાને જેમ જેમ પરીણામ આવતા ગયા તેમ કોંગ્રેસી કાર્યકરો ના મોઢા ઉતરી ગયા હતા. કડી પાલિકામાં 26 સીટો ઉપર પહેલાંથીજ ભાજપના ઉમેદવારો બિન હરીફ થયી સત્તા કબજે કરી લીધી હતી પરંતુ 10 સીટો ઉપર થયેલ ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત 1 જ સીટ ઉપર ખાતું ખોલાવી શકી હતી.

જ્યારે 9 સીટો ઉપર ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા.કડી તાલુકા પંચાયત ની 30 બેઠકો ઉપર થયેલ 21 બેઠકો ઉપર ભાજપ તેમજ 9 બેઠકો કોંગ્રેસ ના ઉમેદવારો વિજયી થયા હતા.કડી તાલુકા પંચાયત ની નંદાસણ બેઠક ઉપર કોંગ્રેસ 1 મત થી વિજયી થતા ભાજપે રીકાઉન્ટિંગ માગતા ભાજપ 1 મત થી વિજયી થયી હતી.

કડીમાં ભાજપનું વિજય સરઘસ કાઢ્યું

કડી તાલુકા પંચાયત તેમજ જિલ્લા અને પાલિકામાં ભાજપ નો ભવ્ય વિજય થતા માર્કેટયાર્ડ થી વિજય સરઘસ કાઢવામાં આવ્યું જેમાં કાર્યકરો તેમજ નેતાઓએ ઉત્સાહથી ભાગ લીધો અને નગરપાલિકાના સામે કમર સર્કલ પાસે આતશબાજી કરીને વિજયોત્સવ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વીજય બનેલા ઉમેદવારોએ ઉજવ્યો હતો.

 

 

IMG-20210302-WA0060.jpg

Right Click Disabled!