ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે કંગના રાનોટ

ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે કંગના રાનોટ
Spread the love

કંગનાએ કહ્યું કે તે ભારતીય રાજકીય ઇતિહાસના આઇકોનિક નેતા ઈન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની દેશનાં સૌથી મજબૂત વડા પ્રધાનોમાં ગણતરી થાય છે. એવા ઘણા ઓછા રાજકારણીઓ રહ્યા કે જેમણે ઈન્દિરાની જેમ રાજકીય ઇચ્છાશક્તિ અને લોકપ્રિયતા મેળવી હોય. હવે રાજકારણનું આ શક્તિશાળી પાત્ર મોટા પડદા પર જોવા મળશે, જેને જીવંત કરશે બૉલીવુડ એક્ટ્રેસ કંગના રાનોટ. શુક્રવારે કંગનાએ પોતાની આ પૉલિટિકલ ડ્રામા ફિલ્મની જાહેરાત કરી છે.ફિલ્મના ટાઈટલ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.

કંગના તરફથી જાહેર કરેલી જાણકારી અનુસાર આ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. આ ઇન્દિરાની બાયોપિક ફિલ્મ નહીં હોય. એક પીરિયડ ફિલ્મ છે, જેના દ્વારા દેશના સામાજિક અને રાજકીય ભૂમિ-દૃશ્ય પર ટિપ્પણી કરવામાં આવશે. ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારોની એન્ટ્રી થશે. કંગનાએ કહ્યું કે તે ભારતીય રાજકીય ઇતિહાસના આઇકોનિક નેતાની ભૂમિકા નિભાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ એક પુસ્તક પર આધારિત છે. જોકે હજી સુધી આ પુસ્તકનો ખુલાસો થયો નથી. આ ફિલ્મ ઈન્દિરા ગાંઘીના કાર્યકાળના બે મોટા નિર્ણય ઈમર્જન્સી અને ઓપરેશન બ્લૂસ્ટારને પ્રકાશિત કરવામાં આવશે.

કંગનાએ ટ્વિટર પર આ જાણકારીને શૅર કરીને ઈન્દિરા ગાંધની તસવીર શૅર કરી છે. આ સાથે તેમણે પ્રખ્યાત લેખક ખુશવંત સિંહની પંક્તિઓ લખી છે, જે ઈન્દિરા ગાંધી વિશે કહેવામાં આવી હતી તે ખૂબ જ સુંદર હતી. તે પ્રકારની સુંદરતા નહીં, જેને દિવાલ પર લટકાવી દેવામાં આવે છે. તેમનો ચહેરો એવો હતો, જાણે રાજાના ઈશારા પહેલા બધી તલવારો ખેંચાઈ ગઈ હોય. કંગનાએ તેની સાથે ઇન્દિરાના લુકમાં પોતાનો એક જુનો ફોટો શેર કર્યો અને કહ્યું કે આ તેનું જૂનું ફોટોશૂટ છે. તેમને ખબર નહોતી કે એક દિવસ તેઓ આ મહાન પાત્ર ભજવશે.

ફિલ્મનું નિર્દેશન કંગના સાથે રિવૉલ્વર રાની બનાવનાર સાઈ કબીર કરી રહ્યા છે. સ્ટોરી, સ્ક્રીનપ્લે પણ સાઈ કબીરની રહેશે. આ પીરિયડ ફિલ્મ મોટા પાયે બનાવવામાં આવશે, જેમાં તમામ મહત્વપૂર્ણ કલાકારો સંજય ગાંધી, રાજીવ ગાંધી, મોરાર જી દેસાઈ અને લાલ બહાદુર શાસ્ત્રીની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે સાઈ કબીર કંગના સાથે ફિલ્મને લઈને ભોપાલમાં ચર્ચા વિચારણા કરી રહ્યા છે, જ્યાં અભિનેત્રી ધાકડ ફિલ્મની શૂટિંગ કરી રહી છે. જણાવી દઈએ કે કંગના તામિલનાડુના દિગ્ગજ નેતા અને અભિનેત્રી જયલલિતાની બાયોપિકમાં પણ નજર આવશે.

Kangana-Ranaut-indira-gandhi_d.jpg

Right Click Disabled!