ગુજરાતના વિકાસને દોડતો રાખ્યો છે : મુખ્યપ્રધાન

ગુજરાતના વિકાસને દોડતો રાખ્યો છે : મુખ્યપ્રધાન
Spread the love

અમદાવાદ: આપણે ગુજરાતના વિકાસને દોડતો રાખ્યો છે. રાજ્યમાં છેલ્લા છ મહિનમાં ૨૭ હજાર કરોડના વિકાસનાં કામો સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. રાજકોટમાં રૂ. ૪૮૯.૫૦ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, રૂ. ૫૦૦ કરોડનાં કામો પૂરાં કરી ગાંધીનગર પહોંચું ત્યાં ફોન આવે કે રાજકોટમાં બીજાં કામો તૈયાર છે.

રાજકોટ મનપા દ્વારા ખૂબ ઝડપથી વિકાસનાં કામો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાના નિયમોનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી બેઠા છો માટે તમને અભિનંદન આપું છું.રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો સુખી છે. અહીંયાના ખેડૂતો કોંગ્રેસની વાતમાં આવ્યા નથી. કારણ કે ખેડૂતોને તમામ સુવિધાઓ મળી રહી છે.

દિવસે વીજળી અને પૂરતું પાણી રાજ્ય સરકારે આવ્યુ છે.રાજકોટમાં મુખ્ય પ્રધાન રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કાલાવાડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજ સહિત ચાર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનો કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો.

vijayrupani4-1611133370.jpg

Right Click Disabled!