ખેડબ્રહ્મા : અર્બુદા સેવા સમિતિ દ્વારા માતાજીનું ઘટસ્થાપન

ખેડબ્રહ્મા : અર્બુદા સેવા સમિતિ દ્વારા માતાજીનું ઘટસ્થાપન
Spread the love

ખેડબ્રહ્મા અર્બુદા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અર્બુદા માતાજી મંદિર માં નવરાત્રિ નિમિત્તે માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી અને સોશિયલ distance અને ફરજિયાત માસ્ક પહેરીને નિયમિત આરતી પૂજા અર્ચન કરવામાં આવતું હતું.

ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એસોસિયેશનના પ્રમુખ શ્રી ધીરુભાઈ પરમાર તથા પત્રકાર મિત્રો તથા અર્બુદા સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખશ્રી વિશાલભાઈ જાનીનો પરિવાર તેમજ મંદિર ટ્રસ્ટીઓની હાજરીમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસથી જ દરરોજ આઠ કલાકે સોશિયલ distance સાથે માતાજીની આરતી પૂજા અર્ચના કરવામાં આવે છે. કોરોના મહામારીના કારણે પ્રસાદ વિતરણ કરવામાં આવતું નથી તેવું ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિશાલભાઇ જાનીએ જણાવ્યું હતું.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG20201023203630.jpg

Right Click Disabled!