કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોએ હવે દિવસે પણ મળશે વીજળી

કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોએ હવે દિવસે પણ મળશે વીજળી
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજના પણ ગુજરાતને સમર્પિત કરી. પીએમ મોદીએ કિસાન સમર્પિત યોજનાનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું કે આ યોજના થકી હવે ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી શકશે. જેના કારણે ખેડૂતોએ વીજળી માટે રાત્રે વેઠવા પડતા ઉજાગરાઓ બંધ થશે. સૂર્ય ઉર્જા થકી દિવસે ઉત્પન્ન થકી વીજળીનો દિવસે જ વપરાશ થઇ શકશે.

1055 ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ કિસાન સૂર્યોદય યોજના ગુજરાતના કુલ ૧૭.૨૫ લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે કુલ ૩,૫૦૦ કરોડનો ખર્ચ ૬૬ કે.વી.ની ૩,૪૯૦ સર્કિટ કિમી જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમિશન લાઇન૨૨૦ કે.વી.ના ૯ નવા સબ સ્ટેશનો જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદથી યોજનાનો પ્રારંભ શરૂઆતમાં ૩ જિલ્લાના ૧,૦૫૫ ગામના ખેડૂતોને મળશે લાભકિસાન સૂર્યોદય યોજના માટે કુલ 3 હજાર 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

જે અંતર્ગત 66 કે.વી.ની 3 હજાર 490 સર્કિટ કિમી જેટલી 234 નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ 220 કે.વી.ના 9 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવશે. યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દાહોદ જિલ્લાના કુલ 1 હજાર 55 ગામોના ખેડૂતોને લાભ મળશે. આગામી 3 વર્ષમાં તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યને આવરી લેવામાં આવશે. આમ ગુજરાત કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાતના કુલ 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે.

desh-05_110859PM_1.jpg

Right Click Disabled!