જામનગર મહાનગરપાલિકાની બેઠકો માટે વોર્ડ નં.9માં ઉમેદવાર બદલાવવા અંગે કોકડું ગૂંચવાયું

- મોડીરાત સુધી ગડમથલ ચાલુ રહી, આજે નિર્ણય લેવાઇ જશે
જામનગર મહાનગરપાલિકાની બેઠકો માટે ભાજપની યાદી જાહેર થતાંની સાથે સૌ પ્રથમ વિરોધ વોર્ડ નં.૯માં આયાતી ઉમેદવારને ટીકીટ મામલે થયો હતો. હજુ આ કોકડું ઉકેલાય ત્યાંજ શુક્રવારે પૂર્વ મેયર રાજુભાઇ શેઠ પોતાના ટેકેદારો સાથે ભાજપ કાર્યાલયે ધસી જઇ ટીકીટ માટે ઉગ્ર રજૂઆત કરતા ભાજપના સતાધીશો પણ મૂંઝવણમાં મૂકાયા હતાં.
સતત રજૂઆતો અને વિરોધના પગલે વોર્ડ નં.૯ના ઉમેદવારોના ફોર્મ શુક્રવારે પણ ભરાયા ન હતાં. આ મામલો રાજ્યના મોવડી મંડળ સુધી પહોંચતા મોડીરાત્રી સુધી આ મામલે ગડમથલ ચાલી રહી છે. વોર્ડ નં.૯ના ઉમેદવારો યથાવત રહેશે કે પછી બદલાશે તે અંગે શનિવારે નિર્ણય આવવાની સંભાવના છે.
– રોહિત મેરાણી (જામનગર)
