કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિષે માહિતી આપી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિષે માહિતી આપી
Spread the love

સાબરકાંઠા અંદ અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ઘેર બેઠા બેઠા ઘઉં પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષે અને તેમને મુઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મોબાઈલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં કેવીકેના વિષય નિષ્ણાત, શ્રી એન કે મકવાણા સાહેબે ખેડૂતોને ઘઉં પાક વિષે બિયારણ પસંદગી, બીજ માવજત, પિયત અને નીંદણ વ્યસ્થાપન,તેમજ ખાતર વ્યવસ્થાપન વિષે માહિતી આપી હતી.

આ ઉપરાંત ખેડૂતોને મૂંઝવતા બિયારણની પસંદગી,વધુ ઉત્પાદન વિષે શું કરવું , જૈવિક ખાતરોનો ઉપયોગ વગેરે જેવા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ કોન્ફરન્સનું સંપૂર્ણ આયોજન રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રી ભાવેશભાઇ પટેલે કરી તેમની સંસ્થાની વિસ્તૃત પ્રવૃતિની જાણકારી આપી હતી અને ખેડૂતોને ખેતી અને પશુપાલનમાં મૂંઝવતા પ્રશ્નો, બજારભાવ, હવામાન વગેરેની વિગતો જાણવા રિલાયન્સ ફાઉન્ડેશનની હેલ્પલાઇન સેવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ સહયોગ લેવા જણાવ્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201127-WA0105.jpg

Right Click Disabled!