ઔદ્યોગિક હેતુ માટે ખરીદેલી જમીન અન્ય હેતુ માટે જંત્રીથી વેચી શકાશે

ઔદ્યોગિક હેતુ માટે ખરીદેલી જમીન અન્ય હેતુ માટે જંત્રીથી વેચી શકાશે
Spread the love

અમદાવાદ ગુજરાત વિધાનસભામાં સરકારે ગુજરાત ગણોત વહિવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક ૨૦૨૦ પસાર કર્યુ છે. જે અંતર્ગત હવે રાજ્યમાં ઔદ્યોગિક હેતુ માટે ખરીદાયેલી જમીન અન્ય હેતુ માટે જંત્રીથી વેચી શકાશે. જે માટે સરકાર દ્વારા વધુમા વધુ ૧૦૦ ટકા અને ઓછામા ઓછી ૨૫ ટકા સુધી જંત્રી લેવાશે. આ કાયદા હેઠળ રાજ્યમાં હવે કૃષિ,આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થા માટે કલેકટરની પૂર્વ મંજૂરી વિના ખેતીની જમીન ખરીદી પણ શકાશે.

સુધારા વિધેયક ૨૦૨૦ હેઠળ ગણોતધારામાં નવી ઉમેરાયલ કલમ ૬૩ -કકકથી સમગ્ર રાજ્યમાં હવે કૃષિ યુનિ પશુપાલન યુનિ મેડિકલ કોલેજો કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ શરૃ કરવા માટે ખેતની જમીન ખરીદવી હોય તો જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી નહી લેવી પડે. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેટરને જાણ કરી બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૃરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેક્ટ કામગીરી શરૃ કરી શકાશે.

આ નવા કાયદાને લઈને વિધાનસભામાં આ અંગે મહેસૂલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે અગાઉ બિનખેડુત સંસ્થાઓ કે બિન ખેડુત વ્યક્તિઓએ ખેતીની જમીન ખરીદતા પહેલા જિલ્લા કલેકટરની મંજૂરી લેવાની જરૃરી હોવાથી લાંબા સમય સુધી ટાઈટલ ક્લીયરન્સ, ઈન્પેકશનમાં સમય જતો હતો, જે હવે બચી જશે આ ઉપરાંત રાજ્યમાં બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જમીન ખરીદી હોય પરંતુ કોઈ કારણસર ઉદ્યોગ શરૃ ન કરી શકાય અને વેચાણ કરવાનું જરૃરી હોય તો પ્રમાણપત્રની તારીખથી ૩થી૫ વર્ષ માટે ૧૦૦ ટકા, ૫થી૭ વર્ષ માટે ૬૦ ટકા ૭થી૧૦ વર્ષ માટે ૩૦ ટકા અને ૧૦ વર્ષ પછી ૨૫ ટકા પ્રવર્તમાન જંત્રી રકમ વસુલ લઈને વેચાણની પરવાનગી આપવામા આવશે.

વધુમાં જીડીસીઆરની જોગવાઈ મુજબ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં જીડીસીઆરની જોગવાઈ હેઠલ જાહેર કરેલ ઝોન મુજબનો જમીનનો ઉપયોગ કરવાના હેતુ માટે પણ સરકાર દ્વારા પરવાનગી આપવામા આવશે. આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઈન્ટ વેન્ચર, એમાલ્ગમેશન કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોેગી કંપનીને તબદીલ કરાયેલ જમીનના કિસ્સામાં જંત્રીની ૧૦ ટકા રકમ વસૂલીને પરવાનગી આપવામા આવશે. . દેવા વસુલી ટ્રીબ્યુનલ, એનસીએલટી ફડચા અધિકારી કે નાણાકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસમાં અરજી કર્યેથી જંત્રીના ૧૦ ટકા રકમ વસુલી તબદીલીની મંજૂરી આપવામા આવશે.

1589884742-4734.jpg

Right Click Disabled!