વુમન ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સુરત કાઉન્સિલ લોન્ચ

વુમન ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સુરત કાઉન્સિલ લોન્ચ
Spread the love

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મહિલાઓ માટે ચેપ્ટર લોન્ચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વુમન ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સુરત કાઉન્સિલ લોન્ચ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પહેલી લોન્ચિંગ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહિલા આંત્રપ્રિન્યોરે ભાગ લીધો હતો. નું સુરત ચેપ્ટરનો ઈનિશેટીવ ડો.રીકલ જરીવાલા દ્વારા લેવામાં આવ્યો છે.આ નેશનલ પ્લેટફોર્મ છે જે ફક્ત મહિલાઓ માટે છે. જે 1 લાખ મહિલાઓને રીપ્રેઝન્ટ કરે છે. જે સ્કીલ ડેવલોપમેન્ટ માટે મદદ કરે છે.

મહિલાઓને મેન્ટરશિપ આપવાનું કાર્ય કરે છે. વીકીનો હેતુ મહિલાઓને જોડવાનો, એક પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો અને સહકાર આપવાનો છે. ઘણી બધી મહિલાઓ પોતાનો પર્સનલ બિઝનેસ કરતી હોય છે. તેમજ ઘણી મહિલાઓ ઘરમાં રહીને પણ નાનો બિઝનેસ કરતી હોય છે. જો તમારી પાસે કોઈ રફ આઈડિયા હોય તો વીકી તેને સફળ કરવામાં વિવિધ રીતે મદદરૂપ થશે. તમારા બિઝનેસને કઈ રીતે આગળ લઈ જવુ, તેનું બ્રાન્ડીંગ કઈ રીતે કરવુ છે તેમજ તમારા બિઝનેસને નેશનલ અને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ કઈ રીતે મળી શકે તેના માટે વીકી કાર્ય કરશે. જો કોઈ વીકી સુરત ચેપ્ટર સાથે જોડાવા માંગતુ હોય તો ચેમ્બર ઓફ કોમર્સનો સંપર્ક કરી શકે છે.

download.jpg

Right Click Disabled!