આપત્તિને અવસરમાં પલટાવી કોરોનાને હરાવીશું : વિજય રૂપાણી

આપત્તિને અવસરમાં પલટાવી કોરોનાને હરાવીશું : વિજય રૂપાણી
Spread the love

અમદાવાદ સત્રના પ્રથમ દિવસે ગૃહમાં રજૂ થયેલાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારે કરેલી કામગીરીના સંકલ્પના અંતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,ખભેથી ખભા મિલાવી જનમાનસની સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે પક્ષાપક્ષીથી પર રહીને આપત્તિને અવસરમાં પલટાવી કોરોનાની મહામારીને ચોક્કસપણે હરાવીશું.

તેમણે એ વાતનો ય ઉલ્લેખ કર્યો કે, વિશ્વના વિકસીત દેશો પણ જયારે કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં વેળાસરના પગલાં લઇને કોરોનાને કાબૂમાં રાખવામાં સફળતા મળી છે. કોરોના સંકલ્પ રજૂ થતા ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યું કે, 100 વર્ષ અગાઉ સ્પેનિશ ફલૂની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. તે વખતે મહાત્મા ગાંધી પણ સ્પેનિશ ફલૂનો ભોગ બન્યાં હતાં.

જોકે, તે વખતે એડવાન્સ ટેકનોલોજી કે લેેટેસ્ટ ટેકનોલોજી સાથેના મેડિકલ સાધનો પણ ઉપલબૃધ ન હતા.ં આજે જયારે કોરોના સામે સમગ્ર વિશ્વના તાકાતવર દેશો પણ સામનો કરી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારી તબીબી સુવિધા થકી કોરોના સંક્રમણ ઓછુ કરી શક્યા છીએ. તેમણે ગૃહમાં ધારાસભ્યોને અપીલ કરી હતીકે,પક્ષાપક્ષીથી દૂર રહીને લોકોની સેવા કરીએ અને કોરોના સામેનો જંગ જીતીએ.લોકોમાં કોરોનાનો ડર દૂર કરી આત્મવિશ્વાસમાં વધારો કરવો,સંક્રમણ ઓછુ થાય તે જ સરકારની પ્રાથમિકતા રહી છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મૃત્યુ પામેલાં કોરોના વોરિયર્સને શ્રધૃધાજંલિ આપી અને સરકારની સિધૃધીઓને વર્ણવતા કહ્યું કે, ગુજરાતમાં કોરોના અંગે સરકારે એવી કામગીરી કરી છે જેના કારણે વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઇઝેશને પણ નોંધ લીધી છે. કોરોના કાળમાં ડોક્ટરો સહિત પેરામેડિકલ સ્ટાફ, પોલીસ ઉપરાંત સેવાભાવી સંસૃથાઓની કામગીરીને ભુલી શકાય તેમ નથી.

એટલું જ નહીં, કોરોનાની મહામારીમાં દવા-મેડિકલના સાધનોની અછત સર્જાઇ, કોરોના ટેસ્ટ માટે લેબની માન્યતાની જરૂર પડી , લોકડાઉનમાં પેરામિલિટરી ફોર્સની જરૂરિયાત ઉભી થઇ , ટોસિલીઝૂમેબ ઇન્ઝેશનની માંગ થઇ ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંક્ટ સમયની સાંકળ બની રહ્યાં હતાં. સીએમ ડેશબોર્ડથી 24 કલાક રાજ્યના ખૂણેખૂણે મોનિટરીંગ કરી મુખ્યમંત્રીએ સતત માર્ગદર્શન આપ્યુ હતું. તેમણેએ પોલીસની કામગીરીને બિરદાવી કહ્યું કે, દંડ કરતી અને ગુનેગારોની ધરપકડ કરતી પોલીસનો સેવાનો ય પ્રજાએ રંગ જોયો છે. લોકડાઉનમાં ખડેપગે રહીને પોલીસે કાર્યદક્ષતા-કુનેહપૂર્વક કામગીરી બજાવી છે.

content_image_f755826a-1cd5-4acd-a904-767d40afd29c.jpg

Right Click Disabled!