ધારાસભ્ય હીતુ કનોડીયા દ્વારા ક્રુષિ વિભાગના મંત્રીને પત્ર

સાબરકાંઠા જિલ્લાના ઇડર /વડાલી ના ધારા સભ્ય હીતુ કનોડીયા દ્વારા ક્રુષિ વિભાગ ના મંત્રી આર.સી.ફળદુ ને પત્ર લખી પોતાના મત વિસ્તારમાં ઈડર વડાલી તાલુકાના ખેડૂત આગેવાનો તથા આગેવાન કાર્યકરોની રજૂઆત લઈ ઈડર અને વડાલી તાલુકામાં મોટા પાયે ચાલુ વર્ષે કપાસનું વાવેતર થયેલ , પરંતુ છેલ્લા મહિનામાં સતત વરસાદના કારણે કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે .
જે અંગે પત્ર લખી જાણ કરાઈ છે, અગાઉ પણ પત્ર લખેલ અને સરકાર તરફથી સર્વે માટે સૂચના આપેલ . પરંતુ અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી સંતોષકારક થયેલ નથી.જો દરેક ખેડૂતના ખેતરે જઈને ફરીથી સર્વે કરવામાં આવે તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે તેમ છે. આપશ્રીના દ્વારા જાહેર કરેલ ખેડૂત સહાય યોજનામાં ઈડર – વડાલી તાલુકાનો સમાવેશ થયેલ નથી . જેથી સદર બંને તાલુકામાં ફરી સર્વે કરાવી આ સહાય યોજનામાં ઈડર અને વડાલી તાલુકાનો સમાવેશ કરવા માં આવે અને ખેડુતો ને ન્યાય મળે તે રીતે આયોજન કરવામાં આવે તે અને યોગ્ય સર્વે કરવામાં આવે તે માટે પત્ર લખી જાણ કરાઈ છે,
રિપોર્ટ : વસંતપૂરી ગોસ્વામી , સાબરકાંઠા
