દિપક પટનીની સરકારી વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો સસ્પેન્ડ

દિપક પટનીની સરકારી વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો સસ્પેન્ડ
Spread the love

વડોદરા શહેર પોલીસે કારેલીબાગ, આનંદનગરમાં વાજબી ભાવની દુકાનમાં થઇ રહેલી ગેરરીતિઓ અને સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવાની પેરવી થતા અનાજ ખાંડ અને કઠોળનો જથ્થો જપ્ત કર્યા બાદ દુકાનનો પરવાનો જિલ્લા પુરવઠા તંત્રે ૯૦ દિવસ મોકુફ કર્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે, તા.૧૦ના રોજ ડીસીબી પોલીસ દ્વારા કારેલીબાગ આનંદનગરમાં આવેલા વાજબી ભાવની દુકાનના દુકાનદાર દિપક પટની સરકારી અનાજનો જથ્થો ખાનગી તરીકે અપાવીને વેચવાની પેરવી કરી રહ્યા છે તેવી જાણકારી આપવામાં આવી હતી જેથી જિલ્લા પુરવઠા તંત્રે મુખ્ય પુરવઠા ઇન્સ્પેકટર અને ટીમને સ્થળ પર આવેલી હતી. સાથે પુરવઠા નિરીક્ષકની તથા ડીસીબી પોલીસની ટીમ પણ હતી અને દુકાનની તપાસણી કરી હતી.

તપાસ કરતા જણાઇ આવ્યું હતું કે આ સ્થળે દક્ષાબેન આર. ઘાંચીની સરકાર માન્ય વાજબી ભાવની દુકાન હતી અને તેમનો પુત્ર દીપક આર. ઘાંચી ત્યાં કામ કરતો હતો. પોલીસ અને પુરવઠાની ટીમે તેઓને પકડીને જવાબ લીધો હતો. દુકાનની પાછળના ભાગે અંદરના રૃમમાં સરકારી અનાજનો જથ્થો ખાનગી થેલીઓમાં ભરીને પેક કરીને વેચવાની તૈયારી કરતા હોવાનું જણાયુ હતું અને તેઓએ તેમનાજવાબમાં આ હકીકતનો સ્વીકાર પણ કર્યો હતો.સ્થળ પરથી ખાનગી થેલીમાં પેક કરેલા સરકારી અનાજનો જથ્થો અને સરકારી અને ખાનગી થેલીઓમાં મળી આવ્યો હતો. પેક કરેલો જથ્થો, ઇલેકટ્રીક વજન કાંટો, ખાલી કોથળો વગેરે મુદ્દામાલ પોલીસે કબજે કરી આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ એફઆઇઆર દાખલ કરી તપાસ હાથ ધરી છે. પુરવઠા કચેરીએ આ દુકાનમાંથી ૨,૬૭૩ કિલો ઘઉં, ૧,૦૯૩ કિલો ચોખા, ૧૭૪ કિલો ખાંડ, ૨૫૦ કિલો ચણા મળી ૪૧૯૪ કિલો જથ્થો જપ્ત કર્યો છે.

content_image_bcb7fce5-0d02-4b9f-809d-3675ef64da3b.jpg

Right Click Disabled!