કડી : બજારમાંથી મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી ઈસમો ફરાર

કડી : બજારમાંથી મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી ઈસમો ફરાર
Spread the love

કડીની મુખ્ય બજાર અને કડી પોલીસ સ્ટેશનથી માંડ ૧૦૦ મીટર ના અંતરે બજારમાંથી પસાર થયી રહેલી મહિલાના ગળામાંથી સાંજના સાત થી આઠ વાગ્યાના સુમારે બે ઈસમો મહિલાનો સોનાનો દોરાની ચિલઝડપ કરી બાઇક ઉપર ફરાર થયી ગયા હોવાની મહિલાએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બજારમાં આવતા લોકોમાં ભય ફેલાયી ગયો છે.

કડીના મણિપુર વિસ્તારમાં રહેતા આરતીબેન દિલીપભાઈ નાયી આશરે બે મહિના પહેલા તેમની નણંદ સાથે તેમની બહેનપણી પીનલબા ઝાલાના ઘેર રામનગર સોસાયટી, સુજાતપુરા રોડ ગયા હતા જયાંથી તેઓ રિક્ષામાં બેસી આશરે સાડા સાત વાગ્યાના સુમારે કડી પોલીસ સ્ટેશન પાછળ ઉતરી ચાલતા ચાલતા બસ સ્ટેન્ડ ની બાજુમાં થયી પસાર થયી રહ્યા હતા ત્યારે બસ સ્ટેન્ડની બાજુમાં હિતેશ પ્રોવિઝન સ્ટોર્સ ની આગળ બે ઈસમો સ્પ્લેન્ડર જેવું બાઇક લઈ ઉભા હતા.

બાઇકમાં પાછળ બેઠેલા ઇસમે આરતીબેન ની નજર ચૂકવી તેમણે ગળામાં પહેરેલ ૧૦ ગ્રામ વજનનો સોનાનો દોરો ઝુંટવી ફરાર થયી જતા મહિલાએ બુમાબુમ કરી હતી પરંતુ આરોપીઓ પટેલ ભુવન તરફ થયી ગાંધીચોક બાજુ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આરતીબેને અંધારું થયી ગયું હોવાથી આરોપીઓનો ચહેરો જોયો નહોતો અને દોરો અજાણ્યા શખ્સો ઝુંટવી જતા રહેતા તેઓ ગભરાયી ગયા હોવાથી તેઓએ પોલીસ સ્ટેશનમાં જાણ નહોતી કરી પરંતુ આરતીબેન ના પતિને જાણ થતાં તેમણે હિંમત આપતા તેઓએ બે મહિનાના સમય બાદ કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. કડી પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કડીમાં પોલીસ ઉપર લોકોનો ભરોસો ધીમેધીમે ડગમગી રહ્યો છે

કડી વિસ્તારમાં છેલ્લા થોડા સમય થી ગુન્હાખોરીનો ગ્રાફ ધીમે ધીમે વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.કડીના મુખ્ય પોલીસ મથકથી માંડ ૫૦ કે ૧૦૦ મિટર ના અંતર માંથી ગુન્હેગારો ગુન્હો આચરી ભાગી જતા લોકોનો પોલીસ ઉપર વિશ્વાસ ધીમે ધીમે ડગમગી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.કેટલાક ભોગ બનનાર લોકો તો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જતાં પણ ડરી રહ્યા છે.

લોકડાઉનમાં કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા દારૂકાંડ માં સ્થાનિક પોલીસ તંત્રની ઇમેજ લોકોમાં બગડી છે અને આવા ગુન્હેગારો કડી પોલીસની નાક નીચેથી ગુન્હાઓ આચરી ફરાર થયી જતા લોકોનો પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ અને ભરોસો ધીરે ધીરે ડગમગી રહ્યો છે ત્યારે કડી પોલીસે આવા ગુન્હેગારો ઉપર સખત ગાળિયો કસી તેમને પકડી જેલ હવાલે કરી લોકોમાં પોલીસ તંત્રનો વિશ્વાસ હાંસલ કરવો અત્યંત જરૂરી બન્યો છે.

IMG-20201021-WA0037.jpg

Right Click Disabled!