MCX દ્વારા સોનાની ગુડ ડિલિવરી માટે બે ભારતીય રિફાઈનરનો યાદીમાં સમાવેશ

MCX દ્વારા સોનાની ગુડ ડિલિવરી માટે બે ભારતીય રિફાઈનરનો યાદીમાં સમાવેશ
Spread the love

મુંબઈ, તા.6 ફેબ્રુઆરી, 2021: આત્મનિર્ભર ભારત મિશનને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)એ એક્સચેન્જના પ્લેટફોર્મ પર સોનાની ગુડ ડિલિવરી માટે ઘરેલૂ બુલિયન રિફાઈનરોને માન્યતા આપવાની શરૂઆત કરી છે. આ સંબંધમાં એક્સચેન્જે બીઆઈએસ-સ્ટાન્ડર્ડ ગોલ્ડ-સિલ્વરના એમસીએક્સ ગુડ ડિલિવરી નોર્મ્સનો દસ્તાવેજ રજૂ કર્યો છે, જે એમ્પેનલમેન્ટની પૂરી પ્રક્રિયાનું વિવરણ કરે છે. 2020માં ધ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)એ આઈએસ17278 અનુસાર સોના અને ચાંદી માટે ગુડ ડિલિવરીના ધોરણો જારી કર્યા હતા.

હાલમાં, લંડન બુલિયન માર્કેટ એસોસિએશન દ્વારા માન્ય રિફાઈનરોના સોના અને ચાંદીના બાર્સ એક્સચેન્જ પર ડિલિવરીપાત્ર છે, પરંતુ હવે ઘરેલૂ રિફાઈનરોના પહેલી યાદીમાંથી આ વિશિષ્ટ સુવિધાઓ માટે બે રિફાઈનર (1) મેસર્સ એમડી ઓવરસીઝ પ્રા.લિ., યુનિટ નં.1 અને 6, ખસરા નં.7/2, રામપુર દેહાત, કાશીપુર રોડ, રૂદ્રપુર જિલ્લો, ઉધમસિંહ નગર, ઉત્તરાખંડ અને (2) મેસર્સ કુંદન કેયર પ્રોડક્ટ્સ લિ., પ્લોટ નં.70 અને 81, સેક્ટર-6-એ, સિડકુલ, રાનીપુર, હરિદ્વાર, ઉત્તરાખંડને સોના માટે એમસીએક્સ ગુડ ડિલિવરીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં, અંતર્ગત 100 ગ્રામ ગોલ્ડ બારવાળા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સમાં હવે ડિલિવરી માટે યાદીમાં સમાવિષ્ટ ઘરેલૂ રિફાઈનર દ્વારા રિફાઈન્ડ કરાયેલા સોનાના બાર્સની સ્વીકૃતિ શરૂ થઈ જાશે. આશા છે કે કેટલાંક વધુ રિફાઈનર જે ઓડિટ પ્રક્રિયાના વિભિન્ન ચરણમાં છે, તેને પણ ટૂંક સમયમાં યાદીમાં સમાવેશ કરવામાં આવશે. “આ એવા રિફાઈનરોના સ્થાનિકરીતે રિફાઈન્ડ કરાયેલા સોના-ચાંદીના બાર્સની સ્વીકૃતિનો માર્ગ ખોલશે, જે એક્સચેન્જ દ્વારા નક્કી કરાયેલા તમામ પાત્રતા માપદંડો અને ડિફાઈન કરાયેલી ટેક્નિકલ યોગ્યતા ઓડિટ્સની સાથે નાણાકીય ઓડિટ્સની જરૂરિયાતોને પણ પૂરા કરે છે.

દેશમાં આ સંગઠિત બુલિયન વેપારના વિસ્તાર માટે સુવિધા પૂરી પાડશે અને પારદર્શકતા વધારશે. આ પગલાંથી ઘરેલૂ ફિઝીકલ ઉદ્યોગની સાથે એક્સચેન્જની ઈકોસિસ્ટમ એકીકૃત થશે એવી પણ આશા છે,” એવું એમસીએક્સના એમડી અને સીઈઓ શ્રી પી.એસ. રેડ્ડીએ કહ્યું હતું. એમસીએક્સ પર તેની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં સોનામાં 118 ટનથી વધુ અને ચાંદીમાં 3500 ટનથી વધુની ડિલિવરી નોંધાઈ છે.

Gold-3.jpg

Right Click Disabled!