સેકન્ડ હેન્ડ પીકઅપ ઓટો રિક્ષામાંથી ઘર બનાવ્યું

સેકન્ડ હેન્ડ પીકઅપ ઓટો રિક્ષામાંથી ઘર બનાવ્યું
Spread the love

નવી દિલ્હી : રિયલ્ટી ક્ષેત્ર એવુ છે જેમાં ભાગ્યે જ મંદી આવતી હોય છે સમય જતા પ્રોપર્ટીના ભાવ તો વધી જ રહ્યા છે. મોટા શહેરોમાં પોતાનું ઘર ઉભુ કરતા જીંદગી નીકળી જાય છે. જોકે તામિલનાડુના યુવાએ એક યુનિક આઈડિયા રજૂ કરી છે. જેનાથી આ પ્રોપર્ટીની ચિંતા દૂર થશે. રિયલ્ટી ક્ષેત્ર એવુ છે જેમા ભાગ્યે જ મંદી આવતી હોય છે. સમય જતા પ્રોપર્ટીના ભાવ તો વધી જ રહ્યા છે મોટા શહેરોમાં પોતાનું ઘર ઉભુ કરતા જીંદગી નીકળી જાય છે. જોકે તામિલનાડુના યુવાએ એક યુનિક આઈડિયા રજૂ કરી છે જેનાથી આ પ્રોપર્ટીની ચિંતા દૂર થશે પશ્ચિમી દેશોમાં મોટર હોમ્સ કે રિક્રેયશનલ વેહિકલ જેટલું ફેમસ છે તેટલુ ભારતમાં નથી આપણા દેશના કન્સેપ્ટમાં ફ્લેટ વિલા કે અપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે પરંતુ આ દરેકનો એક માઈનસ પોઈન્ટ એ છે તેને ખસેડી શકાય નહીં.

જો કોઈ વ્યક્તિને મોટર હોમ કે કારવાન ખરીદવી હોય તો સસ્તી પણ નથી કે સહેલાઈથી ખરીદી શકાય જોકે તામિલનાડુના આર્કિટેકે એક કન્સેપ્ટ રજૂ કર્યો છે જે સોશ્યલ મીડિયામાં લોકોને ખૂબ ગમ્યો છે કારટોક.કોમમાં આવેલા આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે, યુટ્યુબમાં નાયોઝ ટીવી નામની ચેનલમાં આ વીડિયો અપલોડ થયો છે જેમાં 23 વર્ષના ઓટો રિક્ષામાંથી પોર્ટેબલ ઘર બનાવ્યું છે. તેણે આ ઘરનું નામ સોલો-1 આપ્યું છે. વરૂણને સમજાયુ કે મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરમાં ઝૂપડુ બાંધવામાં પણ ચારથી પાંચ લાખનો ખર્ચ થાય છે અને તેમા ટોઈલેટની સુવિધા તો હોતી જ નથી જોકે તેનો એક લાખ રૂપિયામાં બની જશે આમા બે જણ રહી શકે તે રીતની વ્યવસ્થા છે આ રિક્ષામાં બેડરૂમ લિવિંગ રૂમ કિચન, ટોઈલેટ બાથટબ અને વર્કસ્પેસ છે.250 લીટર પાણીની ટાંકી છે તેમ જ 600 વોટ્સની સોલાર પેનલ ઈલેક્ટ્રીસીટી માટે બેટરી કપબોર્ડ્સ, હેન્ગર્સ અને દાદરા પણ છે વરૂણે બજાજના સેકેન્ડ હેન્ડ પીકઅપ ઓટોરિક્ષામાંથી આ ઘર બનાવ્યું છે

rikshahome1_d.jpg

Right Click Disabled!