સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

- સ્પીડ વધારે હોવાથી રન-વે પરથી પ્લેન ફરી એક વાર ટેક ઓફ કરાયુ
- રનવે પર જો સેફ્ટી એરિયામાં ઘૂસી જાય તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે
2019 ના જુલાઈ મહિનામાં ભોપાલથી આવી રહેલા ફ્લાઈટની સાથે પણ આવુ જ થયું હતું એરપોર્ટ પર સ્પાઇસ જેટ પ્લેનને બે વાર લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પાયલોટ દ્વારા સ્પીડ ઘટાડવામાં આવી ન હતી લેન્ડિંગ સમયે વિમાનની સ્પીડ વધારે હતી તેથી એરપોર્ટ કન્ટ્રોલ દ્વારા પાયલોટને મેસેજ આપવામાં આવ્યો હતો સ્પીડ વધારે હોવાથી રન-વે પરથી પ્લેન ફરી એક વાર ટેક ઓફ કરાયું હતું.
સ્પાઈસ જેટનુ 189 સીટર પ્લેન દિલ્હીથી સુરત આવી રહ્યું હતું. આ ફ્લાઈટની લેન્ડિંગ સુરત એરપોર્ટ પર રનવે નંબર 22 પર થવાની હતી. વિમાન જ્યારે એર સ્પેસમાં પહોંચ્યું તો લેન્ડિંગ માટે તૈયારી કરી રહ્યું હતું. વિમાન રનવે પર એકદમ નજીક આવ્યું ત્યારે એરપોર્ટ કન્ટ્રોલે જોયું કે, ફ્લાઈટની સ્પીડ લેન્ડિંગ માપદંડ કરતા વધુ હતી. તેનાથી ફ્લાઈટના રનવે પર ખોટી રીતે ટચ ડાઉન થવાની શક્યતા હતી.
આવી સ્થિતિમાં જો ફ્લાઈટ લેન્ડ કરે તો ટચ ડાઈન પોઈન્ટ બદલી શકે છે. વિમાન રનવે પર ન રોકાઈને રનવેની બહાર સ્કિડ કરી શકે છે. તેમજ રનવે પર જો સેફ્ટી એરિયામાં ઘૂસી જાય તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે. જોકે, આ તમામ શક્યતાઓને બદલી દેવામાં આવી હતી સ્પીડ વધારે હોવાથી રનવે પરથી પ્લેન ફરી એકવાર ટેકઓફ કરાયુ હતું.
