રેપની ઘટનામાં મલ્લિકાની સંડોવણી કરતા આપ્યો જવાબ

રેપની ઘટનામાં મલ્લિકાની સંડોવણી કરતા આપ્યો જવાબ
Spread the love

2004માં રિલીઝ થયેલી ફિલ્મ મર્ડરમાં પોતાના બોલ્ડ સિન અને કિંસિંગ સીન્સના કારણે ચર્ચામાં આવેલી અભિનેત્રી મલ્લિકા શેરાવતે હાલના દિવસોમાં ફરી એક વાર ચર્ચામાં આવી છે હકીકતમાં સોશિયલ મીડિયા પર અમુક ટ્રોલ્સે કહ્યુ હતું કે, ભારતમાં થઈ રહેલી રેપની આટલી બધી ઘટનાઓ પાછળ મલ્લિકા શેરાવત (ફિલ્મો) જવાબદાર છે. ત્યારે હવે મલ્લિકાએ પણ આ બાબતે ખુલ્લીને વળતો જવાબ આપી દીધો છે. મલ્લિકાએ કહ્યુ છે કે, તેને 20-30 ફિલ્મો એટલા માટે નથી મળી કારણ કે, તેણે કોઈ પણ વસ્તુ સાથે સમાધાન કરવાથી ઈન્કાર કરી દીધો હતો.

તેણે કહ્યુ છે કે, વાસ્તવિક જીવનમાં તે બિલકુલ આવી નથી જેવી તે ફિલ્મોમાં દેખાય છે. સારા પરિવારમાંથી આવતી હોવા છતાં પણ ફિલ્મો માટે મેં ખૂબ સંઘર્ષ કર્યો છે.મલ્લિકા જણાવે છે કે, મેં એવી તો 20-30 ફિલ્મો નથી કરી કારણ કે, મને તેમાં આવુ બધુ કરવુ યોગ્ય નહોતુ લાગ્યું. હું સ્ક્રિન પર જે પણ કાંઈ કરૂ છું, તેનાથી રિયલ લાઈફમાં બિલકુલ અલગ છું. મેં શરૂઆતમાં જ વિચારી લીધુ હતું કે, મારે શુ કરવુ છે અને શું નથી કરવું.

જેના કારણે મેં આટલી ફિલ્મો ખોઈ છે. પણ હું આજે પણ ખુશ છુ કારણ કે મને મારી શરતો પર આજે પણ કામ મળી રહે છે. મલ્લિકાએ ફિલ્મોને રેપ માટે જવાબદાર ગણવા બદલ ટ્રોલ્સને કહ્યુ હતું કે, લોકો દોષિતોની માનસિકતાની જગ્યાએ ફિલ્મો, ઈન્ટરનેટ, પશ્ચિમી સભ્યતા અને યુવતીઓને જવાબદાર ગણાવે છે. જેના કારણે તેમની માનસિકતાનો પણ પરિચય થાય છે.

VCVBJVCBCBCB-960x640.jpg

Right Click Disabled!