મેનેજમેન્ટ મેજિક : સફળતા માટે મિકેનઝીના સાત “S”

મેનેજમેન્ટ મેજિક : સફળતા માટે મિકેનઝીના સાત “S”
Spread the love

ભાગ ૧૪

૧૯૮૦ના દાયકામાં મિકેનઝી કન્સલ્ટન્ટે બિઝનેસમાં સફળતા માટે સાત તત્વો (સેવન એસ)નો મંત્ર આપ્યો અને શરૂઆતથી જ એ ખુબજ પ્રચલિત વ્યૂહરચનાત્મક આયોજનનું સાધન રહ્યું છે. તેમણે ઉચ્ચ સંગઠનાત્મક કામગીરીના મૂળ તરીકે મૂડી, માળખાગત સુવિધાઓ અને સમૂહ ઉત્પાદનના બદલે માનવ સંસાધનો પર ભાર મૂકવાની માંગ કરી. આ મોડેલનું મુખ્ય લક્ષ્ય એ દર્શાવવાનું છે કે કંપનીમાં અસરકારકતા પ્રાપ્ત કરવા માટે કંપનીના 7 તત્વોને કેવી રીતે એક સાથે ગોઠવી શકાય. મોડેલનો મુખ્ય મુદ્દો એ છે કે બધા સાત ક્ષેત્રો એકબીજા સાથે જોડાયેલા છે અને અસરકારક રીતે કાર્ય કરવા માટે એક ક્ષેત્રમાં ફેરફાર કરવા માટે બાકીની ક્ષેત્રોમાં ફેરફારની જરૂર છે.

આ મોડેલ ઘણી પરિસ્થિતિઓમાં લાગુ થઈ શકે છે અને ખાસ કરીને જ્યારે કંપનીની રચના અને કામગીરી પ્રશ્નાર્થમાં હોય ત્યારે તે એક અતિમૂલ્યવાન સાધન તરીકે મદદરૂપ થઇ શકે છે. કંપનીની અંદર અસરકારક પરિવર્તન લાવવાની સુવિધા કરવી. જૂની વ્યૂહરચનાના અમલ માટે કે નવી વ્યૂહરચનાના ઘટન અને અમલમાં મદદ કરવી, બદલાઈ રહેલા ક્ષેત્રો અને ભવિષ્યની તકો ઓળખવા માટે તેમેજ ખાસ કરીને સ્ટ્રેટેજિક અલાયન્ઝ કે મર્જર કે એકવીઝીશન જેવી પરિસ્તિથીમાં બે કંપનીઓને અસરકારક રીતે ભેળવવા સહાય કરવી એ આ મોડેલનો મુખ્ય ઉદ્દેશ છે. આગળ જણવ્યું તેમ આ મોડેલમાં કુલ સાત તત્વો છે જેમાંથી એક કેન્દ્રમાં છે, ત્રણ સોફ્ટ તત્વો (જે સરળતાથી સમજાતા નથી) છે જયારે ૩ હાર્ડ તત્વો (જે સમજવામાં થોડા સરળ) છે.

૧. વહેંચાયેલ મૂલ્યો (શેર્ડ વૅલ્યુઝ):

અહીં સંસ્થાના મૂળભૂત મૂલ્યોની વાત કરવામાં આવી છે કારણકે કે દરેક સંસ્થાની એક સંસ્કૃતિ હોય છે જે તેના મૂલ્યો પર આધારિત હોય છે. સામાન્ય રીતે આ મૂલ્યો એ સંસ્થાના સ્થપાક કે સૌથી સફળ સંચાલકના વ્યકતિત્વમાંથી સંસ્થામાં સફળતાથી તબદીલ થતા હોય છે. અખંડિતતા, હિંમત, પ્રમાણિકતા, ઉચિતતા, વિશ્વસનીયતા, જવાબદારી વગેરે જેવા મૂલ્યો સંસ્થાની સંસ્કૃતિ બનાવતા હોય છે. સંસ્થાનું સમગ્ર સંચાલન અને તેની નીતિમત્તાનું ઘડતર પણ આ મૂલ્યોને ધ્યાનમાં રાખીને થતું હોય છે. તદુપરાંત સંસ્થાના નાના થી લઈને મોટા બધા નિર્ણયો પણ આ મૂલ્યોને કેન્દ્રમાં રાખીને કરવાના હોય છે. જ્યારે મોડેલનો પ્રથમવાર વિકાસ કરવામાં આવ્યો ત્યારે તેઓને “સુપરઓર્ડિનેટ ગોલ” કહેવાતા. વહેંચાયેલ મૂલ્યો આ મોડેલના કેન્દ્રસ્થાન ધરાવે છે કારણકે સંસ્થાના સમગ્ર જટિલ પ્રશ્નોનું નિરાકરણ આ મૂલ્યોના સંદર્ભથી મળતું હોય છે.

૨. વ્યૂહરચના (સ્ટ્રેટેજી):

વ્યૂહરચના તમારા સંસ્થાને તેના પ્રતિસ્પર્ધીઓ પર સ્પર્ધાત્મક લાભ બનાવવા અને જાળવવા માટે મદદરૂપ થાય છે. કંપનીમાં કોઈ પણ ધ્યેય હાંસલ કરવા માટે ઘણા બધા નિર્ણય વિકલ્પો હોય છે. આ વિકલ્પોનું શ્રેષ્ઠ વિશ્લેષણ કરી કયો વિકલ્પ ખુબજ ફાયદાકારક અને મૂલ્યોની જાળવણી કરીને અમલમાં મૂકી શકાય એ અહીં જોવામાં આવે છે. તદુપરાંત એ ધ્યેય હાંસલ કરવા માટે બનાવવામાં આવેલી વ્યૂહરચનાનો અમલ કઈ રીતે કરવો એ પણ એનો જ ભાગ છે.

૩. માળખું (સ્ટ્ર્કચર):

કંપનીનું માળખું એ એક સિસ્ટમ છે જે સંસ્થાના લક્ષ્યોને હાંસલ કરવા માટે અમુક પ્રવૃત્તિઓને કેવી રીતે નિર્દેશિત કરવામાં આવે છે તેની રૂપરેખા આપે છે. આ પ્રવૃત્તિઓમાં નિયમો, ભૂમિકા અને જવાબદારીઓ શામેલ હોય છે. સંસ્થાકીય માળખું એ પણ નિર્ધારિત કરે છે કે કંપનીમાં માહિતી કેવી રીતે વહે છે, વિભાગો અને ટીમોની રચના કેવી રીતે થાય છે અને કોને કોને રિtર્ટ કરે છે.

૪. ગોઠવણ (સિસ્ટમ):

કંપની અને તેના સભ્યો, લોકો અને અન્ય સંશાધનો દ્વારા પૂર્વનિર્ધારિત લક્ષ્યો અને ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે જે રીતે કાર્યરત છે તે એક રચાયેલ સિસ્ટમ કે ગોઠવણ તરીકે કાર્યશીલ છે એમ કહી શકાય. કંપની નાની આંતરસંબંધિત વિભાગો જેમકે એકાઉન્ટિંગ, માર્કેટિંગ, ઉત્પાદન, ડેટા પ્રોસેસિંગ અને મેનેriજમેન્ટ વગેરેની બનેલી હોય છે, જે દરેક પોતાની રીતે વિશિષ્ટ રીતે સેવા આપે છે અને લક્ષ્ય હાંસલ કરવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે.

૫. શૈલી (સ્ટાઇલ):

અહીં શૈલી એટલે નેતૃત્વ શૈલીની વાત છે. નેતૃત્વ શૈલી એ કર્મચારીઓને દિશા પ્રદાન કરવાની, યોજનાઓના અસરકારક અમલીકરણ અને લોકોને પ્રેરિત કરવાની નેતાની પદ્ધતિ. લીડર વિવિધ શૈલીઓ જેવીકે સરમુખત્યારશાહી, સહભાગી, લોકશાહી અથવા લેઝેઝ-ફેર પદ્ધતિની શૈલી અપનાવી શકે છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ શૈલી જરૂરિયાત અનુસાર અને કંપનીના પાયાના મૂલ્યોને જાળવી રાખે એ પ્રમાણેની હોવી જોઈએ.

૬. કર્મચારી ગણ (સ્ટાફ):

સારા કર્મચારીઓ એ સંસ્થાની મૂલ્યવાન સંપત્તિ અને સફળતાની ચાવી છે. કંપનીના ધ્યેયની અસરકારક પૂર્તિ માટે કંપનીમાં સારો કર્મચારીગણ હોવો ખુબ જરૂરી છે. આખરે, સારા કર્મચારીઓ ઉત્પાદક હોય છે, જે કંપનીની અંદર સુંદર કાર્યકારી વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.

૭. કૌશલ (સ્કીલ):

કર્મચારીઓનું મનોબળ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે કમર્ચારીની કુશળતાને વિકસિત કરવી અને તેમને સક્ષમ બનાવવા. કર્મચારીઓમાં હાર્ડ અને સોફ્ટ એમ બંને જાતની કુશળતા વિકસાવવી અને હોવી ખુબ જરૂરી છે. કોમ્યુનિકેશન, નિર્ણય શક્તિ, સુગમતા, પ્રતિબદ્ધતા, નવીનતા, અખંડિતતા, નેતૃત્વ, આજીવન લર્નિંગ, પ્રેરણા વાટાઘાટક્ષમતા, સમય વ્યવસ્થાપન વગેરે જેવી અનેક કુશળતાઓ ધરાવતા કર્મચારીઓમાં તમે વિકસાવી શકો જે આડકતરી રીતે તમને જ ફાયદો કરાવશે.

35a3b383-42b6-45ed-8e9c-d63c088b65e2.jpg

Right Click Disabled!