સાતમા પગારપંચનું એરિયર્સ ન ચૂકવાતા માણાવદર પીજીવીસીએલ અને જેટકોના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર

માણાવદર પીજીવીસીએલ અને જેટકોના કર્મચારીઓ દ્વારા આજે પોતાના અધિકારોથી વંચિત રખાતા જાહેરમાં સૂત્રોચ્ચાર કરાયા હતા ને પોતાની માંગણીઓને ન્યાય અપાવવા રસ્તા પર ઊતરી આવ્યા હતા. ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ વીજ કર્મચારીઓ – અધિકારીઓને સાતમાં વેતન પંચ મુજબ નવા બેઝિક ઉપર મળવાપાત્ર આનુસંગિક એલાઉન્સ અને તેનું એરિયર્સ તા. 1/1/16 થી ચૂકવી આપવાની રજૂઆત એક વર્ષથી અનિર્ણિત પડી છે. ગુજરાતની તમામ વીજ કંપનીઓમાં ફરજ બજાવતા વીજ કર્મીઓ ને સાતમા વેતનપંચની અમલવારી વર્ષ 2017 માં કરવામાં આવેલ છે. અને બે (પી) કરાર મુજબ આગામી પગાર ધોરણ કરાર મુજબ કરવાનું જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે નક્કી થયેલ છે.પરંતુ નવા બેઝિક ઉપર આ કર્મચારીઓને તા. 1/1/2016 થી મળવાપાત્ર એલાઉન્સ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતા આજ દિવસ સુધી હક્કના લાભો મંજૂર કરવામાં આવેલા નથી.
છઠી જૂન 2019 ના રોજ આ અંગેની નોટિસ સરકાર ને પાઠવી હતી. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંધ અને જીઇબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા હડતાળની નોટિસ આપેલી છતા કોઇ જાતના રચનાત્મક પગલા ન લેવાતા વીજ કર્મચારીઓએ આજથી છ દિવસ સુધીના વિરોધ કાર્યક્રમો ધડી કાઢયા છે. જેમાં 16 તારીખે જાહેર સૂત્રોચ્ચાર તા.17 થી 20 દરમિયાન કાળી પટ્ટી બાંધી કરાશે તથા 21 તારીખે માસ સી.એલ એમ છ દિવસ આ કર્મચારીઓ વિરોધ કરશે. છ ઠી જૂન 2019 ની નોટિસ નો કોઇ જવાબ ન મળતા તા.15/12/2020 ના રોજ ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી કાર્યક્રમો ધડાયા છે. 45 હજારથી વધું વીજ કર્મચારીઓ અને અધિકારીઓ 21 /1/2021 ના રોજ માસ સી.એલ. પર ઉતરશે તેમા અન્ય 5000 કર્મચારીઓ પણ જોડાશે . આ હડતાળથી ગ્રાહકોને વીજ પુરવઠો બાબતની ગંભીર સમસ્યા ઊભી થાય અને ગુજરાતની પ્રજાને જે કાંઈ અગવડ પડે તે માટેની સંપૂર્ણ જવાબદારી સરકારની તથા જીયુવીએન એલ મેનેજમેન્ટની રહેશે
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)
